

આજકાલ અનેક લોકો પાસે બે વૉટ્સએપ (WhatsApp) નંબર હોય છે, તેવામાં બંને નંબરને એક જ ફોનમાં ઉપયોગમાં લઈ શકાય છે. જુદી જુદી કંપનીના સ્માર્ટ ફોનમાં (Smart Phone)માં આ વ્યવસ્થાઓ માટે જુદા જુદા પ્રકારના સેટિંગ છે. જોકે, તમે કોઈ પણ નવી એપ્લિકેશન ડાઉનલૉડ કર્યા વગર જ તમારા સ્માર્ટફોનમાં આ ટીપ્સના માધ્યમથી બે વૉટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકો છો


જો તમારી પાસે ઓપ્પો (Oppo)નો સ્માર્ટ ફોન હોય તો તમારે Settingsમાં જવું પડશે અને તેમાં જઈને Clone App સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમે તેમાંથી વૉટ્સએપ પસંદ કરીને બીજો નંબર વાપરી શકશો


જો તમારી પાસે ઑનર (Honor)નો સ્માર્ટફોન હોય તો તેમાં App Twin ઑપ્શન છે જ્યારે શિયોમી (Xiaomi)ના સ્માર્ટફોનમાં Dual Appsનો ઑપ્શન આપવામાં આવે છે.


તમારી પાસે ઉપરના ફોનમાંથી જે ફોન હોય તેમાં આ વ્યવસ્થાઓને સિલેક્ટ કરવાથી તેમાં એપ્સનું લિસ્ટ ખુલી જશે ત્યાર બાદ તમે તેમાં વૉટ્સએપ (WhatsApp) પસંદ કરી અને બીજો નંબર રજિસ્ટર કરી અને તેમાં વૉટ્સએપ વાપરી શકો છો. જોકે, આ સુવિધા ફક્ત એન્ડ્રોઇડ યૂઝર્સ માટે જ છે, આઇફોનમાં આ સુવિધા ઉપલબ્ધ નથી.


અન્ય ફોનના યૂઝર્સ માટે : જ્યારે અન્ય કંપનીના એન્ડ્રોઇડ ફોન યૂઝર્સ માટે અલગ ટેકનોલોજી છે. તમારે Settingમાં જઈ અને Appsનો ઑપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. આ ઑપ્શન સિલેક્ટ કરતા તેમાં Parallel Appsનું લિસ્ટ જોવા મળશે. તેને સિલેક્ટ કરીને તેમાં WhatsApp સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કરી લીધા બાદ તમારી હૉમ સ્ક્રિન પર નવું વૉટ્સએપ જોવા મળશે જેમાં તમે નંબર રજિસ્ટર કરીને બે વૉટ્સએપ વાપરી શકો છો.