ન્યૂઝ18 ગુજરાતી : ગૂગલ પે (Google Pay) એક ઓનલાઇન પેમેન્ટ (online payment app) એપ છે. જે તમને UPIની મદદથી પૈસાની લેવડદેવડમાં મદદ કરે છે. આનું ડિજીટલ વોલેટ (digital wallet) સ્ટોર્સ, ઓનલાઇન ખરીદી અને કોઇને પણ પૈસા મોકલવા માટે કામમાં આવે છે. આમાં યૂઝર્સને માત્ર પોતાનું બેંક એકાઉન્ટ લિંક (link bank account) કરવાનું હોય છે. જો તમારી પાસે એકથી વધારે બેંક એકાઉન્ટ હોય તો ગૂગલ પોતાની એપ Google payમાં યૂઝર્સને એકથી વધારે એકાઉન્ટ લિંક કરવાનું ઓપ્શન પણ આપે છે.
આ માટે તમારે m-walletમાં એકથી વધારે એકાઉન્ટ એડ કરવા માટે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. સૌથી પહેલા Google pay ઓપન કરો. જ્યાં ટોપ રાઇટ કોર્નર પર તમને More આઇકોન દેખાશે, જેની પર ટેપ કરો. - હવે લિસ્ટમાં જઇને પોતાની બેંક પસંદ કરે. અહીં તમારી થોડી માહિતી ભરવાની રહેશે. - હવે તમે આપેલી બેંકની માહિતીને ચકાસવામાં આવશે. જ્યાં તમને બેંકમાંથી એક એસએમએસ કોડ આવશે. હવે નવો UPI PIN એડ કરીને કંફર્મ કરો.