પબજી ફીવર હજી પણ લોકોના મનથી ઉતરતો નથી. જો તમે PUBG Mobile રમી રહ્યા હોવ તો તમને ખબર જ હશે કે ગેમના ડેવલપર્સ મોટેભાગે કોઇ પોપ્યુલર મૂવી કે ગેમની ફ્રેન્ચાઇઝી સાથે કોલાર્બ્રેશન કરતા જ રહે છે. જેના કારણે PUBG Mobile રમતા લોકોને આકર્ષક ફિચર્સ મળે છે. હાલ તો લોકોમાં પબજી મોબાઇલનું સૌથી આકર્ષક ફિચર તેને શ્રેષ્ઠ કોસ્ચ્યૂમ/આઉટફીટ બની ગયા છે. પબજી મોબાઇલ રમવા માટે તમારે કોઇ પૈસા નથી આપવા પડતા. પણ તેમાં હાજર કેટલાક સ્પેશ્યલ ફિચર્સ કે કોસ્ચ્યૂમ માટે પ્લેયર્સને પૈસા આપવા પડે છે. ત્યારે આજે અમે તમને કેટલીક ટ્રિક્સ કહીશું જેનાથી તમે અલગ અલગ આઉટફિટ્સ ફ્રીમાં મેળવી શકો.
આ ઓપ્શન પર ક્લિક કરતા ઑટૉમૅટિક રીતે પબજી મોબાઇલ ગેમ ખુલી જશે. તેમાં તમે લૉગ ઇન કરો. લૉગ ઇન પછી ફરીથી ડિસ્પ્લે પર WeGame એપ ખુલશે. તમારા બંને એકાઉન્ટ તેમાં લિંક થઇ જશે. અને સ્ક્રીન પર તમને એક બેનર દેખાશે. જ્યાં તમને Get them! ઓપ્શન મળશે. તે પર ક્લિક કરતા તમને એક મેસેજ મળશે કે ગેમિંગ એકાઉન્ટમાં તમને ગિફ્ટ મળી શકે છે. ગેમિંગ એપ પર જઇને હોમ સ્ક્રીનની નીચે મેસેજ ઓપ્શન પર ક્લિક કરો જે તમને WeGame થી રિસીવ થયું છે. મેસેજ ખોલવા પર તમે પોતાની ગિફ્ટ કલેક્ટ કરી શકો છો. આ ગિફ્ટ તમને Inventory ની અંદર મળશે.