પ્રમોશનલ કોલિંગ અને મેસેજ ભાગ્યેજ આપણામાંથી કોઇને પસંદ હશે. આવા અનઇચ્છનીય call ત્યારે જ સૌથી વધારે પરેશાન કરે છે જ્યારે આપણે કોઇ વ્યક્તિના કોલની રાહ જોઇ રહ્યા હોઇએ. અથવાતો કોઇ મિટિંગમાં હોઇએ કે પોતાના ઘરે આરામ કરતા હોઇએ. ફોન ઉઠાવીએ ત્યારે જાણવા મળે છે કે, આ ફોન કોઇ કંપનીના પ્રમોશન માટે આવ્યો હોય. ટેક્સ મેસેજની વાત કરીએ તો ઇનબોક્સ માત્ર કંપનીઓના પ્રમોશન મેસેજથી જ ભરાઇ જાય છે. આપણે આવા કોલ અને મેસેજથી પરેશાન થવાના કારણે જ Do Not Disturb(DND) જેવા સેવા મળે છે. જેનાથી અનઇચ્છનીય મેસેજ કોલ્સ અને મેસેન્જર્સને બ્લોક કરી શકો છો.
અહીં તમને અનેક ઓપ્શન્સ જોવા મળશે. તમે તમારા હિસાબથી અનેક ઓપ્શન ઉપર ડીએનડી એક્ટિવેટ કરી શકો છો. જો તમે બેકિંગ એસએમએસ અને કોલ્સ બ્લોક કરવાનું ઇચ્છો છો તો તેમારી સામે આપવામાં આવેલા બટનને ઓન કરી દો. જો તમે કોઇપણ પ્રકારના પ્રમોશનલ કોલ્સ કે એસએમએસને બ્લોક કરવા માંગો છો તો પેજ ઉપર આપવામાં આવેલા ફૂલ ડીએનડી ઓપ્શનને એક્ટિવેટ કરી દો.