રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 41મી એન્યુઅલ જનરલ મીટીંગમાં રિલાયન્સ જીયો ઈન્ફોકોમ અને રિલાયન્સ રિટેલના બોર્ડ ઓફ ડાયરેક્ટર આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ 'JioPhone 2' લોન્ચ કર્યો હતો. આ ફોનની કિંમત રૂ. 2999 છે અને આના ફિચર્ચ પણ શાનદાર છે. જો તમે આ ફોન લેવાનું મન બનાવી રહ્યા છો તો, અમે તમને જણાવીશું કે કેવી રીતે બુકિંગ કરી શકો છો અને તેના ફિચર્ચ શું છે.
જીયોના આ નવા ફોનમાં WhatsApp, Facebook અને Youtube જેવા ફિચર હશે. એટલે કે, તમે આ ફોનમાં તમે તમામ વસ્તુની મજા લઈ શકશો. આ ફોનમાં 2.4 ઈંચની ડિસપ્લે રહેશે. ફોનમાં 512MB રેમ હશે. આમાં તમને 4GBનું ઈન્ટરનલ સ્ટોરેજ મળશે, જેને SD કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાશે. જો કેમેરાની વાત કરીએ તો JioPhone 2ના રિયરમાં 2 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હશે, જ્યારે સેલ્ફી માટે આ મોબાઈલના ફ્રંટમાં VGA કેમેરા હશે.