ઈ કોમર્સ પ્લેટફોર્મ પેટીએમ મોલે સ્પેશિયલ મહાશોપિંગ ફેસ્ટીવલની (Paytm Mall Holi Special Maha Shopping Festival) જાહેરાત કરી છે. જેની શરૂઆત 20 માર્ચથી કરવામાં આવી છે. આ મહાશોપિંગ ફેસ્ટીવલનું આયોજન 9 દિવસ સુધી કરવામાં આવ્યું છે. પેટીએમ મોલ (Paytm Mall) દ્વારા આયોજિત ‘હોળી સ્પેશિયલ’ મહાશોપિંગ ફેસ્ટિવલ 9 દિવસ સુધી ચાલશે. આ મહાશોપિંગ ફેસ્ટીવલ માટે પેટીએમ મોલે એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને સ્ટાન્ડર્ડ બેંક સાથે સમજૂતી કરી છે. આ મહાશોપિંગ ફેસ્ટીવલમાં એપલ, સેમસંગ, જેબીએલ, રેડ ટેપ, એડિડાસ, પ્યુમા સહિત 15,000થી અધિક બ્રાંડના પ્રોડક્ટ પર 80 ટકાનું ડિસ્કાઉન્ટ, કેસબેક અને આકર્ષક ઓફરનો (Holi Offers) લાભ મળશે. (Image-shutterstock)
સ્માર્ટફોન પર શાનદાર ઓફર - આ સેલમાં એપલ, સેમસંગ, વીવો અને ઓપ્પોના બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન પર રૂ. 5000 સુધીનું કેશુંબેક અને 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત રૂ. 9600 સુધી એક્સચેન્જ ઓફરનો લાભ મળશે. સેલમાં ઈલેક્ટ્રોનિક આઈટમ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને રૂ. 3000 સુધીનું કેશબેક ઓફરનો લાભ આપવામાં આવશે. દરેક પ્રોડક્ટને નો-કોસ્ટ EMIથી ખરીદી શકાશે. (Image-shutterstock)
તહેવારોને ધ્યાનમાં રાખીને પેટીએમ મોલ પારંપરિક કારીગરો, MSMEs, મેડ ઈન ઈન્ડિયા બ્રાંડ, સરકાર દ્વારા સંચાલિત એમ્પોરિયમથી અનેક ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહ્યું છે. પારંપરિક પરિધાન અને સહાયક ઉપકરણ પર વિશેષ ડીલ્સ અને છૂટછાટની રજૂઆત કરી રહ્યા છે. સાથે કોટેજ એમ્પોરિયમ, કારીગર, અને મહિલા કારીગરો દ્વારા હસ્તનિર્મિત આભૂષણ, બનારસી અને કાંજીવરમ સાડી, કુર્તા અને વિભિન્ન રાજ્યોના પહેરવેશ સાથે સાથે ઘરને સુશોભિત કરતા ઉત્પાદનો ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. (Image-shutterstock)