ગત મહિને એન્ડ્રોઇડ માટે 'સ્ટે સેફર' ફીચર લાવ્યા બાદ ગૂગલ મેપ્સ વધુ ત્રણ નવા ફીચર્સ લઈને આવ્યું છે. ગૂગલ મેપ્સે ગુરુવારે આ વિશે જાણકારી આપી. આ ત્રણેય ફીચર્સમાં બે એવા છે જે પહેલાથી જ હતા પરંતુ તેમને ફરીથી બનાવવામાં આવ્યા છે જ્યારે એક નવું ફીચર જોડવામાં આવ્યું છે. આ નવા ફીચસમાં એક્સપ્લોર ટેબ, યૂ એક્સપીરિયન્સ અને ડાઇનિંગ ઓફર્સ સામેલ છે.