Google એ I/0 2022માં ઘણાં પ્રોડક્ટ્સ રજૂ કર્યા છે અને કેટલાક પ્રોડક્ટ્સની સર્વિસીઝમાં પણ ફેરફાર કર્યો છે. ઇવેન્ટમાં કંપનીએ ગૂગલ સર્ચ (Google Search), ગૂગલ મેપ્સ (Google Maps) અને ગૂગલ અસિસ્ટન્ટ (Google Assistant) ને પહેલા કરતાં સારું બનાવ્યું છે. જો કે, આમાં આવેલા નવા ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારે થોડી રાહ જોવી પડશે, અને આ વર્ષના અંત સુધીમાં તે યુઝર્સ માટે અવેલેબલ થઈ જશે. આવો જાણીએ નવા ફીચર્સ વિશે...
ગૂગલે હાલમાં જ મલ્ટી સર્ચ (Multi Search) ફીચર શરુ કર્યું હતું. હવે તે આ ફીચરને લોકલ ઇન્ફોર્મેશનની દ્રષ્ટિએ વધુ યુઝફુલ બનાવી રહ્યું છે. ટેક્સ્ટ અને ઇમેજના ઉપયોગથી તમે વિવિધ પ્રકારની લોકલ જાણકારી મેળવી શકશો. તમે આ માટે ગૂગલ લેન્સનો પણ ઉપયોગ કરી શકો છો. ગૂગલ લેન્સ ગૂગલની ઇમેજ રેકગ્નિશન ટેકનોલોજી છે.
ગૂગલ મેપ્સમાં પણ આ નવું ફીચર જોડવામાં આવી રહ્યું છે. તેની મદદથી તમે કોઈ લોકેશન પર જતાં પહેલા તેને એક્સપીરિયન્સ કરી શકશો. આ ફીચરની મદદથી તમે જાણી શકશો કે એ જગ્યા દિવસના અલગ-અલગ સમયે કેવી દેખાય છે. ત્યાનું હવામાન અને ટ્રાફિક કંડીશન કેવા છે. તેને Immersive View નામ આપવામાં આવ્યું છે. તેનાથી તમે કોઇપણ શહેરની પોપ્યુલર જગ્યાઓ વિશે વધુ જાણી શકશો.