ગૂગલે પોતાના પ્લે સ્ટોરથી 27 એન્ડ્રોઇડ એપ્સને ડિલીટ કરી દીધી છે. આ એપ્સ યૂઝર્સને નકલી પ્લે સ્ટોર ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરતી હતી. ક્વિક હીલ (Quick Heal)ટેક્નોલોજીએ આ મેલિશિયસ એપ્સની ઓળખ કરી અને ગૂગલને તેની જાણકારી આપી હતી. ક્વિક હીલ સિક્યુરિટી લેબે જણાવ્યું કે આ એપ્સને એડવેયરથી ડિવાઇસોને પ્રભાવિત કરવા માટે બનાવવામાં આવી હતી અને તે યૂઝર્સને સતત નકલી પ્લે સ્ટોર ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરતી હતી.