

નવી દિલ્હીઃ દેશમાં સૌથી વધુ ડેટા સ્પીડનો દાવો કરનારી ટેલીકોમ કંપની ભારતી એરટેલ (Bharti Airtel)એ પોતાના ગ્રાહકો માટે સમગ્ર દેશમાં 399 રૂપિયાવાળા પોસ્ટપેઇડ પ્લાન (Postpaid Plan) ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી આ પ્લાનને કેટલાક ખાસ સર્કલ્સ માટે સીમિત રાખવામાં આવ્યો હતો. આ પોસ્ટપેઇડ મંથલી રેન્ટલવાળા પ્લાન (Monthly Rental Plan)માં 3G અને 4G યૂઝર્સને 40GB ડેટા મળશે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMSનો ફાયદો મળશે. (પ્રતીકાત્મક તસવીર)


એરટેલ એક્સટ્રીમનું એક વર્ષનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે - એરટેલ (Airtel)ના આ પોસ્ટપેઇડ પ્લાનમાં યૂઝર્સને એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમનું એક વર્ષનું ફ્રી સબ્સક્રિપ્શન અને વિંક મ્યૂઝિક સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ફ્રી હેલોટ્યૂન્સ અને ફાસ્ટેગ પર 150 રૂપિયાનું કેશબેક પણ મળશે. (પ્રતીકાત્મક તસવીર)


આ ઉપરાંત વોડાફોન આઇડિયા (Vodafone Idea) પોતાના બ્રાન્ડનેમ Vi હેઠળ 399 રૂપિયાવાળા પોસ્ટપેઇડ પ્લાનમાં યૂઝર્સને 40GB ડેટાની સાથે 200GB ડેટા રોલઓવર, અનલિમિટેડ કોલિંગનો ફાયદો આપી રહ્યું છે. સાથોસાથ ઝોમેટો ફુડ ઓર્ડર્સ પર 200 રૂપિયા સુધીની છૂટ, VI મૂવીઝ તથા ટીવી સબ્સક્રિપ્શન, My11 સર્કલ પર પસંદગીની ગેમ્સ માટે એન્ટી ફી પર 50 ટકા છૂટ જેવા અન્ય ફાયદા પણ મળી રહ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)


જિયો પોસ્ટપેઇડ પ્લસ (Jio Postpaid Plus)માં યૂઝર્સને આપવામાં આવી રહ્યો છે 75GB ડેટા - વોડાફોન આઇડિયા અને એરટેલ ઉપરાંત રિલાયન્સ જિયો (Reliance JIO) પણ પોતાના યૂઝર્સને 399 રૂપિયા પ્રતિ મહિનાવાળા પોસ્ટપેઇડ પ્લાન પૂરો પાડી રહ્યું છે. જિયોએ પોતાનો પ્લાન જિયો પોસ્ટપેઇડ પ્લસ હેઠળ ઉતાર્યો છે. તેમાં યૂઝર્સને 75GB ડેટા મળી રહ્યો છે. સાથોસાથ તેમાં 200GB સુધી ડેટા રોલઓવરની સુવિધા પણ આપવામાં આવી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)