ટેકનોલોજી દરરોજ ઝડપથી બદલાઈ રહી છે અને આ સાથે આપણી જીવનશૈલી પણ બદલાઈ રહી છે. આજે ટેક્નોલોની મદદથી આપણા અનેક કામ એક ચુટકીમાં ઉકેલાઈ જાય છે. આ ઉપરાંત તબીબી ક્ષેત્રમાં પણ ટેકનીકી મોટી ભૂમિકા ભજવી રહી છે. આજે અનેક રોગોને દૂર કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે હવે આવી ટેક્નોલોજી આવી છે, જેની મદદથી તમે સૂવાના સમયે 'નસકોરા' બીમરાથી છૂટકારો મેળવી શકશો.