

નવી દિલ્હીઃ ભારતીય ટેક ઇકોસિસ્ટમના નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. રિલાયન્સ જિયોએ બુધવારે યોજાયેલી 43મી એજીએમમાં હોમગ્રાઉન ઇનોવેશન્સને દેશના નાગરિકો સમક્ષ રજૂ કર્યા છે. આ નવા રિલાયન્સ ઇનોવેશન્સમાં 5G સોલ્યૂશન્સ, ઇન્ટરેક્ટિવ Jio TV+, મિક્સ્ડ રિયાલિટી (MR) JioGlass અને જિયો ફાઇબર અને જિયો મીટમાં મહત્વના અપડેટ્સનો સમાવેશ થાય છે. રિલાયન્સ આ નવી રજૂઆતો વિશે જાણવો તો જરૂરી છે જ. (Image: Network18 Graphics)


રિલાયન્સની એજીએમમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણીએ નવા જિયો ટીવી પ્લસનું ડેમોસ્ટ્રેશન આપ્યું. જિયો ટીવી પ્લસ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર અને અન્ય ઓટીટી પ્લેટફોર્મ્સને એક એપ પર લઈ આવશે. આ ઉપરાંત, તે વોઇઝ સર્ચથી પણ સજ્જ હશે. (Image: Network18 Graphics)


માત્ર 75 ગ્રામ વજનવાળા આ ડિવાઇસમાં મિક્સ રિયલ્ટી સાથે જોડાયેલી સર્વિસ હશે. આ સિંગલ કેબલથી કનેક્ટ થશે. તેમાં 25 Apps હશે. જે AR ટેકનીકવાળી વીડિયો મીટિંગમાં મદદ કરશે. (Image: Network18 Graphics)


JioMeetનું કહેવું છે કે એપ પાંચ ડિવાઈસો ઉપર મલ્ટી ડિવાઈસ લોગ ઈન સપોર્ટ કરે છે. અને કોલ કરતા સાથે ડિવાઈસ વચ્ચે સરળતાથી સ્વિચ પણ કરી શકાય છે. જેમાં સેફ ડ્રાઈવિંગ મોડ નામનો એક ફિચર પણ છે. સાથે જ સ્ક્રીન શેયરિંગ જેવી બેસિક સુવિધાઓ પણ છે. (Image: Network18 Graphics)


JioMart રજૂ કરતાં ઈશા અંબાણીએ જણાવ્યું કે, આ ટેકનીકથી હાલની કરિયાણાની દુકાનોને 48 કલાકની અંદર સેલ્ફ સ્ટોરમાં ફેરવી શકાશે. તેને કસ્ટમર એક્સપીરિયન્સ પણ પૂરી રીતે બદલાઈ જશે. (Image: Network18 Graphics)