જો તમે ટીવી લેવાનું વિચારી રહ્યા છો તો એ જ શ્રેષ્ઠ રહેશે કે તમે ઓક્ટોબર પહેલા ટીવી લઇ લો. કારણ કે પહેલી ઓક્ટોબરથી ટેલિવિઝનની કિંમત (Tv price Increased) વધી શકે છે. સરકારે એક ઓક્ટોબરથી ટેલિવિઝનના ઓપન સેલની આયાત પર 5 ટકા કસ્ટમ ડ્યૂડી લગાવશે. જેનાથી ટીવીના ભાવ વધશે. વેલ્યૂ એડિશનની સાથે લોકલ મેન્યૂફૈક્ચરિંગને વધારવા સરકારે આ પગલું લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ચલો તમને જણાવીએ કે કેટલો ભાવ વધી શકે છે.
TOIની રિપોર્ટ મુજબ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય ડ્યૂટીમાં છૂટ વધારવાના પક્ષમાં છે. ઇમ્પોર્ટ ડ્યૂટીમાં છૂટ આપવાથી ટીવી મેન્યુફૈક્ચરિંગમાં રોકાણ વધવાથી મદદ મળશે. આ જ કારણે દક્ષિણ કોરિયાઇ કંપની સૈમસંગ વિયેટનામથી પોતાના ઉત્પાદન વેપારને સમેટીને ભારતમાં ઉત્પાદન શરૂ કરી રહી છે. સુત્રો મુજબ હાલ અંતિમ નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવશે.
1 ઓક્ટોબર પછી ટીવીમાં ભાવોમાં 1200-1500 રૂપિયાનો વધારો થઇ શકે છે. ટીવીની કિંમતો પર હવે તેમાં આ વધારાના 1500 રૂપિયા પણ આપવા પડશે. એલજી, પેનાસોનિક, થોમસન અને સૈસુઇ જેવી બ્રાન્ડના ટીવી પર તમને આ ભાવ વધારો જોવા મળશે. ટીવીની કિંમતમાં 4 ટકાથી 5 ટકાનો વધારો થશે. જે મુજબ 32 ઇંચના ટેલિવિઝન પર ઓછામાં ઓછા 600 અને 42 ઇંચના માટે 1200-1500 રૂપિયાનો વધારો થશે. અને જેટલી મોટી સ્ક્રીન તેટલો ભાવ વધારો.