1/ 5


હવે ઉડતી કાર દુનિયામાં ટૂંક સમયમાં લોન્ચ થવા જઇ રહી છે. જાપાનની ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક એનઈસી કોર્પ (એનઈસી) એ સોમવારે તેની ઉડતી કારની ઝલક આપી હતી. કંપનીના અધિકારીઓ કહે છે કે તેમની ઉડતી કાર અનમેન્ડ (માનવરહિત) ફ્લાઇટ્સ માટે બનાવવામાં આવી છે.
2/ 5


પરીક્ષણ દરમિયાન આ કાર લગભગ એક મિનિટ સુધી હવામાં એક જ જગ્યા પર રહી અને 3 મીટર (લગભગ 10 ફુટ) સુધી ઉંચાઇ સુધી ગઇ, તેનું એનઇસીના એકમમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે.
3/ 5


કાર દેખાવમાં ડ્રોનની જેમ એક મોટા મશીન જેવી લાગે છે, જેમાં ચાર પંખા (પ્રોપેલર્સ) લાગેલા છે. સલામતીને ધ્યાનમાં રાખીને આ પરીક્ષણ એવી જગ્યાએ કરવામાં આવ્યું જ્યાં ચારે બાજુ જાળ ફેલાયેલી હતી.
4/ 5


અધિકારીઓ કહે છે કે જાપાનને આ મામલે વિશ્વ નેતા બનવાની મોટી તક છે, કારણ કે સરકાર અને ખાનગી ક્ષેત્ર સાથે મળીને વધુ સારા કામ કરી રહ્યા છે.