ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે ફરીથી ઓફર લઈને આવ્યું છે. કંપનીએ સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સ એપ્લાઈન્સીસની ખરીદી માટે 'સુપર વેલ્યુ વીક' સેલની શરૂવાત કરી છે. આ સેલ 18 માર્ચથી 24 માર્ચ સુધી છે. આ સપ્તાહ ગ્રાહકો ઓછી કિંમતોમાં બાયબેક ગેરંટી, કેટલીક પ્રોડ્ક્ટસ પર નો કોસ્ટ ઈએમઆઈ અને એક્સચેન્જ ઓફર દ્રારા ઓફરનો ફાયદો લઈ શકો છો.
બાયબેક ગેરંટીમાં ગ્રાહકોને 49 રૂપિયાની ઓફર મળશે. જ્યારે સામાન્ય રીતે આની કિંમત 149 રૂપિયા છે. જણાવી દઈએ કે જો ગ્રાહકો આ ઓફર લે છે તો તેમણે સ્માર્ટફોનના 50 ટકા અમાઉન્ટ પણ મળી શકે છે. આ ઓફરમાં એપલ આઈફોન 8 (27,000), સેમસંગ લેકેક્સી એસ8+ (24500 રૂ.), આઈફોન X (44,500 રૂ.), ગૂગલ પિક્સલ 2 (22,000રૂ)ની સાથે બીજા ઘણાં ફોન સામેલ છે.