ફ્લિપકાર્ટનો Big Billion Days Sale 10 ઓક્ટોબરથી શરૂ થશે. આ સેલ 14 ઓક્ટોબર સુધી ચાલશે. ફ્લિપકાર્ટના આ સેલમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, ફેશન વસ્ત્રો, ફૂટવેર અને અન્ય વસ્તુઓ પર 90% છૂટ મળશે. ડિસ્કાઉન્ટ ઉપરાંત ગ્રાહકોને એક્સચેન્જ ઑફર્સ, બાયબેક ગેરેંટી અને કેશબેક મળશે. આ ઉપરાંત, એચડીએફસી કાર્ડ ધરાવતા ગ્રાહકો સેલમાં વધારાનો લાભ મેળવી શકે છે. વધુ જાણો ...
Samsung On Nxtની વાત કરીએ તો, તે 17,900 રુપિયામાં નહીં, પરંતુ 9,900 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે ગ્રાહકોને આના પર 8000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ફ્લિપકાર્ટ તેના ગ્રાહકોને રૂ. 60,000 સુધીના કેશલેસ ક્રેડિટની સુવિધા આપી રહ્યુ છે, જેને સરળતાથી ગ્રાહકની સરળ ઇએમઆઈમાં રૂપાંતરિત કરી શકે છે. આ સિવાય, ગ્રાહકો ખરીદી માટે ફ્લિપકાર્ટ પે લેટેસ્ટ પેમેન્ટના વિકલ્પને પસંદ કરી શકશે. આમા ગ્રાહકોને આગામી મહિને ચૂકવણી કરવી પડશે. સેલ 10 થી 14 સુધી ચાલશે, 11 ઓક્ટોબરથી મોબાઇલ એન્ડ ટેબ્લેટ કેટેગરી ખોલશે.
અન્ય શું છે વિશેષતા-ફ્લિપકાર્ટ ફિચર ફોન, ટેબલેટ્સ અને સ્માર્ટફોન કેટેગરી 11 ઓક્ટોબરના રોજ ખુલશે અને ઓક્ટોબર 14 સુધી ચાલશે. આ કેટેગરીમાં લેપટોપ, ઓડિયો, કેમેરા, મોબાઇલ એક્સેસરીઝ પાવરબેન્ક અને ગેમિંગનો સમાવેશ થાય છે. જોકે, કપડાં, પગરખા, વોચિસ, બેંગ, ઝવેરાત, બાળકો ફેશન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કન્ડીશનર, માઈક્રોવેવ, રસોડાના સાધનો, ફર્નિચર, ઘર સજાવટની પ્રોડક્ટસ 10-14 ઓકટોબરની વચ્ચે મળશે.