ફ્લિપકાર્ટના મંથ એન્ડ મોબાઇલ્સ ફેસ્ટ સેલની શરૂઆત થઇ ગઇ છે. જેમાં ગ્રાહકો અસુસના સ્માર્ટફોન ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકશે. 25 ફેબ્રુઆરીથી ચાલુ થયેલ આ સેલ 28 ફેબ્રુઆરી સુધી ચાલશે. આવામાં જો તમે ઓછી કિંમતમાં સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તમારી પાસે સારો મોકો છે. ચાલો જાણીએ કયા સ્માર્ટફોન પર કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ.
જો તમે આ સેલમાં Asus ZenFone 5Z, the Asus ZenFone Max Pro M2, ZenFone Max Pro M1 અને ZenFone Lite L1 સ્માર્ટફોન ખરીદશો તો આની પર સારું એવું ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત તમે આ ફોન EMI દ્વારા પણ ખરીદી શકો છો. જેના માટે એક પણ રૂપિયો પણ વ્યાજ ચૂકવવું નહીં પડે. ઉપરાંત તમને મોબાઇલ પ્રોટેક્શન પ્લાનનો પણ લાભ મળશે.
લોન્ચિંગ દરમિયાન અસુસે ZenFone 5Zને ત્રણ સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કર્યો હતો. જેમાં 8GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા ફોનને માત્ર 28,999માં ખરીદી શકાય છે. આમ આ સ્માર્ટફોન પર 8,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ત્યાં જ, 6GB RAM અને 128GB સ્ટોરેજવાળો ફોન 24,999 રૂપિયામાં ખરીદી શકાય છે. 6GB RAM અને 64GB સ્ટોરેજવાળો ફોન 21,999 રૂપિયામાં ખરીદી શકાય છે.