રેડમી નોટ 6 પ્રોની કિંમત 13999 રુપિયાથી શરૂ થઈ રહી છે, અસુસ જેનફોન લાઇટ એલ 14,999 રુપિયામાં ખરીદી શકાય છે, સઓનર 7,5999 રૂપિયામાં ઉપલબ્ધ છે. સેલમાં વીવો વી11 અને ઓપ્પો એફ 9 પ્રોને એક્સચેન્જ ઓફર પર 2000 રુપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત ટેબ્લેટ્સ પર પણ સારુ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યુ છે. લેનોવો અને અલ્કાટેલ ટેબ્લેટ્સ 6999 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે, જ્યારે સેમસંગ ગેલેક્સી ટેબની કિંમત 12999 રુપિયાથી શરુ થાય છે.