ફ્લિપકાર્ટ પોતાની Big Shopping Days Sale માટે તૈયાર છે. કંપનીનું આ સેલ 16 જુલાઈએ 4 કલાકે શરૂ થશે. આ સેલ 19 જુલાઈ સુધી ચાલશે. આ સેલમાં સેમસંગ, ગૂગલ અને વિવો સહિત કેટલીએ કંપનીઓના મોબાઈલ ફોન પર શાનદાર ડિલ્સ છે. આ સેલમાં ગૂગલનો 128 જીબીવાળો Pixel 2 ફોન 42999 રૂપિયામાં મળશે. સેલમાં મોટાભાગના સ્માર્ટફોન પર એક્સચેંજ ઓફર અને બાયબેક ગેરંટી મળી રહી છે. આ સિવાય, ફ્લીપકાર્ટની સેલમાં એપ્પલ Watch Series 3, આઈફોન X, ipad 6 જેનરેશન અને એસર પ્રીડંટર ગેમિંગ લેપટોપ પર પણ કેટલીએ ઓફર છે.
ફ્લિપકાર્ટની Big Shopping Days Sale દરમ્યાન જો તમે SBIના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો છો તો, તમને 10 ટકાનું ઈન્સ્ટંટ ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટના સેલમાં ગૂગલનો 128 જીબીવાળો Pixel 2 ફોન 42999 રૂપિયામાં મળશે. આ ફોનની કિંમત 70000 રૂપિયા છે. ફ્લિપકાર્ટ આ ફોન ખરીદવા પર 3000 રૂપિયાની એક્સચેન્જ અને 8000 રૂપિયાની કેશબેક ઓફર આપી રહી છે. સાથે, આ ફોન ખરીદવા પર 37000 રૂપિયા સુધીની ગેરંટી બાયબેક વેલ્યૂ મળી રહી છે.
ફ્લીપકાર્ટનો આ સેલ 80 કલાક ચાલશે. આ ટાઈમ પ્રિયડ દરમ્યાન દરેક 8 કલાકમાં બ્લોકબાસ્ટર ડિલ અને પ્રાઈસ કેસને રિફ્રેશ કરવામાં આવશે. આ સિવાય સાંજે 4થી 6 વચ્ચે મેન 'Rush Hour' હશે. Infinixનો લેટેસ્ટ સ્માર્ટફોન Hot6 Pro પણ આ સેલનો એક ભાગ હશે. તેની કિંમત 7,999 હશે. આ સિવાય લેપટોપ્સ, પાવર બેંક, મોબાઈલ એસેસરિઝ અને DSLR પર પણ ઓફર હશે. Young teenager girl age 17 texting on IPhone happy home outdoors smiling smile. (Photo by: Education Images/UIG via Getty Images)
સેલમાં 16 જુલાઈ સાંજે 6 કલાકે કોન્ટેસ્ટ પણ શરૂ થશે, જેનું નામ Shop & Win રાખવામાં આવ્યું છે. આ કોન્ટેસ્ટમાં કસ્ટમર્સને દર એક મિનિટે bookmyshowનું વાઉચર, દર એક કલાકે Fitibit Charge 2 જીતવાનો મોકો આપવામાં આવશે. એટલું જ નહીં કોન્ટેસ્ટને જીતવા પર દરેક દિવસે બે લોકો માટે દુબઈ ટ્રીપનો પણ મોકો મળશે. આ કોન્ટેસ્ટ શું છે અને કેટલી ખરીદી કરવા પર આ ઈનામ આપવામાં આવશે તેનો ખુલાસો તો સાંજે 4 કલાકે જ થશે.
સેલમાં Galaxy On Nxtને 10900 રૂપિયામાં ખરીદી શકાય છે, જેની અસલ કિંમત 17900 રૂપિયા છે. ગેલેક્સી On5ને 5790 રૂપિયામાં ખરીદી શકાય છે, જેની કિંમત 8990 રૂપિયા છે. આ સાથે ગેલેક્સી J3 proને 8490 રૂપિયાની જગ્યાએ 6490 રૂપિયામાં ખરીદી શકાશે. ગેલેક્સી On Maxને 16900 રૂપિયાના બદલે 12900 રૂપિયામાં ખરીદી શકો છો. એટલું જ નહી આ સેલમાં લગભગ 1500 ફોન મોડલ્સ પર પણ સારી ઓફર મળી રહી છે.