ફ્લિપકાર્ટ બીગ શોપિંગ ડેઝ સેલનો આજે બીજો દિવસ છે. ગ્રાહકો આ પાંચ દિવસના સેલમાં અનેક કેટગરી સાથે સ્માર્ટફોન પર મોટુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ફ્લિપકાર્ટે આ વેચાણ માટે એચડીએફસી બેન્ક સાથે ભાગીદારી કરી છે. તમે એચડીએફસી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ઉપયોગ કરી રહ્યા છો, તો તમને અલગથી 10 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. જાણીએ કે નોકિયાનાં કયા ફોનમાં તમે કેટલું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
Nokia 6.1 Plus 5.8-ઇંચ ડિસ્પ્લે પર 1080x2280 પિક્સેલ્સના પૂર્ણ એચડી + રિઝોલ્યૂશન સાથે આવે છે. નોકિયાના બાકીના ફોનની જેમ નોકિયા 6.1 પ્લસ એ એન્ડ્રોઇડ વન સીરીઝનો એક ભાગ છે. જેમા તમે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. કેમેરા વિશે વિશે વાત કરીએ તો તેમા એફ/2.0 સાથે મેગાપિક્સેલ સાથે પ્રાઇમરી અને અપર્ચર એફ/2.4 સાથે 5 મેગાપિક્સેલ સેકન્ડરી સેન્સર સાથે આવે છે.