નવી દિલ્હીઃ ફેસબુકે TikTokને ટક્કર આપીને નવું ફિચર Instagram Reels લોન્ચ કર્યું છે. આમ તો ઈંસ્ટાગ્રામે (Instagram) પોતાના નવા ફિચર ‘Reels’ પાછળ મહિનાઓથી ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. પરંતુ હવે આને ઓફિશિયલ લોન્ચ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ હવે આને 50 દેશોમાં એક સાથે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેમાં અમેરિકા, ભારત, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, યુ.કે., જાપાન, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોનો સમાવેશ થાય છે. ઈન્સ્ટાગ્રામ પાછળ ગત વર્ષે આનું ટેસ્ટિંગ બ્રાઝિલમાં શરૂ કરવામાં આવ્યું હતું. કેટલાક સમય પહેલા ફ્રાન્સ અને જર્મનીમાં એક્સ્પાન્ડ કરવામાં આવ્યું છે.
Reelsને યુઝર્સ ફીડ તરીકે પોસ્ટ કરી શકશે અને એક સ્ટોરીની જેમ પણ શેર કરી શકશે. જે 24 કલાકમાં ગાયબ થઈ જશે. ફેસબુકે કહ્યું કે ઈંસ્ટાગ્રામ રીલ્સ ફીડ ઉપર શેર કરી શકાશે. પબ્લિક એકાઉન્ટ યુઝર્સે વાઈડર ઈસ્ટાગ્રામ કમ્યુનિટીની સાથે શેર કરી શકશે. રિલ્સ એપથી કોઈપણ ઈન્સ્ટાગ્રામ ઉપર ક્રિએટર બની શકે છે. અને નવા ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચી શકે છે.
Instagram Reelsમાં ઓડિયો, એઆર ઈફેક્ટ્સ, ટાઈમર એન્ડ કાઉન્ટડાઉન, અલાઈન અને સ્પીડ ટૂલ્સ આપવામાં આવ્યા છે. જેને યુઝ કરીને શોર્ટ ક્લિપ્સ એડિટ કરી શકાય છે. ઈસ્ટાગ્રામ આ ક્રિએટર્સ માટે એક તકના રૂપમાં જોવે છે. જેવી રીતે TikTokએ કર્યું હતું. હવે ફરક એટલો જ છે કે ઈસ્ટાગ્રામ પહેલાથી જ ક્રિએટર્સની સાથે પાર્ટનરશિપમાં છે. (તમામ પ્રતિકાત્મક તસવીરો)