ફેસબૂક ટૂંક સમયમાં જ એક સુવિધા બંધ કરશે કે જે યૂઝર્સને સૌથી પસંદ છે. ખરેખર ફેસબૂક તેના પ્લેટફોર્મ પરથી 'લાઇક કાઉન્ટ' દૂર કરવા જઈ રહ્યું છે. ફેસબૂકે પુષ્ટિ આપી કે તમારી પોસ્ટ્સ 'લાઇક્સ' ની સંખ્યા ટૂંક સમયમાં તમારા મિત્રો અને અન્ય યૂઝર્સોને દેખાશે નહીં.
2/ 6
ખરેખર આવા ફેરફારો ફોટો, વીડિયો અથવા ટિપ્પણીઓ પર જોવા મળી રહેલી 'લાઇક' ની સંખ્યાને દૂર કરશે અને લોકો પોસ્ટના કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
3/ 6
લાઈક કાઉન્ટ વિશે વાત કરીએ તો આ એક એવી સુવિધા છે જે ભાગ્યે જ કોઈને પસંદ નહીં હોય. મોટાભાગના યૂઝર્સ કંઈપણ અપલોડ કરે છે, તેથી તેમનું ધ્યાન ફોટો, વીડિયો અથવા પોસ્ટ પર કેટલી લાઇક આવી તેના પર રહે છે.
4/ 6
ટેક બ્લોગર જેન મંચન વોંગે પ્રથમ આ સુવિધાને ટ્વિટર પર સ્પૉટ કરી અને સ્ક્રીનશોટ શેર કરીને માહિતી આપી હતી. જો તમે સ્ક્રીનશોટ પર નજર નાખો તો તેમાં આપેલા ફોટા ઉપર કેટલી લાઇક મળી તે બતાવવામાં આવી નથી.
5/ 6
ફેસબૂકની માલિકીની 'ઇન્સ્ટાગ્રામ' એ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે વીડિયો જોનારા લોકો અને લાઇક કરનારાની સંખ્યાને ઓછામાં ઓછા છ દેશમાં છુપાવવાનું કામ કરી રહ્યા છે. જ્યા તેનું એકાઉન્ટ છે, તે લોકો તમારી લાઇકની સંખ્યા જોઈ શકે છે પરંતુ અન્ય લોકો તે જોઇ શકશે નહીં.
6/ 6
સોશિયલ નેટવર્કિંગ સાઇટના પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે અમે ફેસબૂકથી લાઇકની સંખ્યા છુપાવવાનો વિચાર કરી રહ્યા છીએ.