આ માટે ફેસબૂક બે નવા ફિચર્સ લાવવાની તૈયારી કરી રહ્યુ છે. આ બંને સુવિધાઓ ફિલ્મ રિમાઇન્ડર જાહેરાતો અને મૂવી શો-ટાઇમ જાહેરાતો હશે. ફિલ્મ રિમાઇન્ડર તમને બતાવશે કે ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે અને જો તમે તે મૂવી માટેની જાહેરાત જોશો અને 'ઇન્ટરેસ્ટેડ' બટન ટેપ કરશો તો ફેસબૂક તમને ફિલ્મ રિલીઝ પર એક સૂચના મોકલશે.
બીજી સુવિધા મૂવી શો-ટાઇમ જાહેરાતો તે ફિલ્મો માટે છે જે પહેલાથી જ રિલીઝ થઈ છે અને થિયેટરોમાં ચાલી રહી છે. સૂચનાને લીધે યૂઝર્સોને યાદ રાખવાની જરૂર રહેશે નહીં કે ક્યારે તેમની પસંદની ફિલ્મ રજૂ થઇ રહી છે. તેઓ 'ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો' ચૂકશે નહીં. નવી સુવિધાઓ યુએસ અને યુકેમાં હાલમાં જ રિલીઝ કરવામાં આવી છે.
આગળ ફેસબુકે કહ્યું, 'અમે તે ફિલ્મો માટે મૂવી શો-ટાઇમ જાહેરાતો પણ લાવી રહ્યા છીએ જે પહેલેથી થિયેટરોમાં ચાલી રહી છે. આ પહેલા શોનો સમય શોધવા માટે યૂઝર્સોને કેટલાક વધારાના પગલાંને અનુસરનવા પડતા હતા અને વધારાનું સર્ચ કરવું પડતુ હતુ, હવે યૂઝર્સ કોઇ ફલ્મ જોવા માંગે છે અને તેને શો-ટાઇમ માહિતીની જરૂર છે તો તે ફિલ્મના શો ટાઇમ એડ પર આપેલા 'ગેટ શો ટાઇમ' બટનને ટેપ કરીને ફેસબૂકની ફિલ્મ વિગતો પેઇઝ પર જઈ શકે છે. યૂઝર્સને ફિલ્મોના શો-ટાઇમ ઉપરાંત ટિકિટની વિગતો પણ મળશે.