Home » photogallery » tech » FB મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે, મેસેજ વાંચ્યા બાદ થઈ જશે ગાયબ

FB મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે, મેસેજ વાંચ્યા બાદ થઈ જશે ગાયબ

મેસેજ ડિલિટ થતા પહેલાં કોઈ સ્ક્રિનશોટ લેવાનો પ્રયાસ કરશે તો સામેની વ્યક્તિને નોટિફિકેશન મળશે, પ્રાઇવેસીને એક કદમ ઉપર લઈ જતું શોશિયલ મીડિયા જાયન્ટ

  • 14

    FB મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે, મેસેજ વાંચ્યા બાદ થઈ જશે ગાયબ

    નવી દિલ્હી. ઇન્સ્ટાગ્રામ (Instagram) અને ફેસબુક મેસેંજરમાં (Facebook messenger) વેનિશ મોડની (Vanish Mode)નું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આવું થવાના કારણે હાલમાં જેવી રીતે સ્ટોરી થોડા સમય બાદ ડિલિટ થઈ જાય છે તેમ મેસેજ પણ ડિલિટ થઈ જશે. મેસેજ ગાયબ થઈ જવાની આવી સુવિધા અત્યારસુધી સ્નેપચેટમાં જ હતી, પરંતુ હવે આ વોટ્સએપ ટેલિગ્રામ તમામ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ઇન્સ્ટાગ્રામે તેના હોમ પેજ પર પણ ફેરફાર કર્યા છે. ભારતમાં લાગુ કરાયેલ રીલ્સ ટેબનો અમલ વિશ્વભરમાં કરવામાં આવ્યો છે. આ સિવાય, નેવિગેશન બારમાં શોપ બટન પણ ઉમેરવામાં આવી રહ્યું છે અને પસંદગીઓ અને ટિપ્પણીઓ માટે નોટિફિકેશન બટનને હોમપેજની ઉપર-જમણા ખૂણામાં રજૂ કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 24

    FB મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે, મેસેજ વાંચ્યા બાદ થઈ જશે ગાયબ

    ફેસબુક સપ્ટેમ્બરમાં વેનિશ મોડની જાહેરાત કરી હતી. હવે તે મેસેંજર અને ઇન્સ્ટાગ્રામ પર આવી રહ્યું છે અને વપરાશકર્તાઓને ચેટ હિસ્ટ્રી વિના સીધો મેસેજ મોકલવાની મંજૂરી આપશે. આ સુવિધાને ચાલુ કરવા માટે તમે હાલના ચેટ થ્રેડ પર સ્વાઇપ કરી શકો છો જ્યારે બીજી વાર સ્વાઇપ તમને ફરીથી નિયમિત ચેટ મોડમાં આવી શકશો. ફેસબુકે નોંધ્યું છે કે વેનિશ સ્થિતિનો ઉપયોગ ફક્ત તે લોકો સાથે થઈ શકે છે જેની સાથે તમે કનેક્ટ છો. આ ગ્રુપ ચેટ નહીં પણ વન ટૂ વન ચેટમાં લાગું પડશે

    MORE
    GALLERIES

  • 34

    FB મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે, મેસેજ વાંચ્યા બાદ થઈ જશે ગાયબ

    ઇન્સ્ટાગ્રામમાં પહેલાંથી જ આ સુવિધા ઉપલબ્ધ હતી જેમાં તમે વગર ચેટ હિસ્ટ્રીએ કોઈ પણ વ્યક્તિને મેસેજ કે વીડિયો મોકલી શકતા હતા. જોકે, એક વાર જોઈ લીધા પછી તે મેસેજ ગાયબ થઈ જતા હતા. હવે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા આ વેનિશ મોડની શરૂઆત કરવામાં આવી છે. આ મોડમાં પણ એવું જ છે. તમે જે મેસેજ મોકલશો તે થોડા સમયમાં ગાયબ થઈ જશે. આ સાથે જ મેસેજ ગાયબ થતા પહેલાં કોઈ સ્ક્રિન શોટ લેશે તો સામેની વ્યક્તિને નોટિફિકેશન મળશે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 44

    FB મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે, મેસેજ વાંચ્યા બાદ થઈ જશે ગાયબ

    અમેરિકા અને અન્ય દેશોમાં મેસેન્જર પર વેનિશ મોડ છે પરંતુ ઇન્સ્ટાગ્રામમાં આ સુવિધા ઉપલબ્ધ હતી. ઇનસ્ટાગ્રામ અનેક નવા સ્વરૂપમાંથી પસાર થઈ રહ્યુ છે. ઇન્સ્ટાગ્રામના પ્રેસિડેન્ટ એડમ મોસેરીએ પરિવર્ત સમજાવવા માટે એક બ્લૉગપોસ્ટ લખ્યો છે, જેમાં તેમણે સમજાવ્યુ છે કે રીલ્સ ટેબ લોકોને પોતાની રચનાત્મક દુનિયાને લોકો સાથે જોડાવાનો અને વિશાળ ઑડિયન્સ સમૂહ સુધી પહોંચવાનો અવસર આપશે.

    MORE
    GALLERIES