સોશ્યલ મીડિયા હવે તમને તમારો મનપસંદ પ્રેમ મેળવવામાં મદદ કરશે. આ માટે ફેસબુક જલ્દી જ એક ડેટિંગ એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેમાં યુઝર્સ તેમના પસંદગીના પાત્ર સાથે ડેટિંગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે આ એપનું નામ સ્પાર્કડ(Sparked) રાખવામાં આવ્યું છે. જોકે, હાલ આ એપ ટેસ્ટિંગ હેઠળ છે. ફેસબુકનો દાવો છે કે આ નવી એપ બીજા બધા ડેટિંગ એપ્સથી અલગ હશે. જેને એક્સેસ કરવી થોડી ચેલેંજિંગ હશે.
આ વિડીયોને બીજા યુઝર્સને બતાવવામાં આવશે. જો સામેના યુઝરને આ વિડીયો પસંદ આવશે તો તમને તેની સાથે ડેટ પર જવાનો ચાન્સ મળશે. પ્રથમ ડેટ બાદ બંને યુઝર્સ ફરીથી વિડીયો ડેટ પર આવશે તો બીજી વિડીયો ડેટ 10 મિનિટની હશે. એક વખત વિડીયો અપલોડ થયા બાદ ફેસબુક ટીમ તેની તપાસ કરશે. જે બાદ જ તમને આ ડેટિંગ એપમાં એન્ટ્રી મળશે.<br /> પ્રતિકાત્મક તસવીર
રિપોર્ટ્સ અનુસાર આ ડેટિંગ એપ દ્વારા લોકો માત્ર એકબીજાના સંપર્કમાં આવી શકશે. ડેટિંગમાં મેચ મળ્યા બાદ તમારી પાસે ઇન્સ્ટાગ્રામ, આઈમેસેજ અથવા ઇમેલ દ્વારા વાત કરવાની પણ તક મળશે. ફેસબુકે થોડા દિવસો પહેલા જ અમેરિકા અને યુરોપ માટે ખાસ ડેટિંગ એપ ફેસબુક ડેટિંગ નામે લોન્ચ કર્યું હતું.<br /> પ્રતિકાત્મક તસવીર