એલોન મસ્કના ટ્વિટર બ્લુ પ્લાનથી પ્રેરિત, મેટાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં મેટા વેરિફાઈડ પણ લોન્ચ કર્યું હતું. તે સભ્યપદ-આધારિત સેવા છે જે સરકારી ID નો ઉપયોગ કરીને પ્રોફાઇલની ચકાસણી કરે છે. આ પ્રોગ્રામ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અમેરિકામાં શરૂ થઈ ચૂક્યો છે. આ પ્લાન હેઠળ, યુઝર્સને તેમની પ્રોફાઇલ વેરિફાઇ કરવા માટે દર મહિને $11.99 (લગભગ રૂ. 980) ચૂકવવા પડશે.
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ભારતીય વપરાશકર્તાઓ મોબાઈલ માટે દર મહિને 1,450 રૂપિયા અને વેબ માટે દર મહિને 1,099 રૂપિયા ચૂકવીને તેમની પ્રોફાઇલની ચકાસણી કરાવી શકે છે. મેમ્બરશિપ પ્લાન બંને પ્લેટફોર્મ પર વેરિફાઈડ એકાઉન્ટ માટે બ્લુ ટિક આપશે. ઉપરાંત, કંપની સરકાર દ્વારા માન્ય ID સાથે દરેક ખાતાને પ્રમાણિત કરીને સુરક્ષાનું વધારાનું સ્તર પ્રદાન કરશે.