પેટીમનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પેમેન્ટ કરવા માટે Paytm ઉપયોગ કરી રહ્યા છે. પૈસા મોકલવા સાથે સાથે તમારા યુટિલિટી બિલો (વીજળી, પાણી, મોબાઇલ બિલ) ના પેમેન્ટ પણ Paytm થી કરી શકો છો.બિલ પેમેન્ટ પર Paytm તમને કેશબેક પણ આપે છે. આ ઉપરાંત, Paytm પર તમે મોબાઇલ- DTH રિચાર્જ, મૂવી, બસ ટિકિટ બૂકિંગ સાથે સાથે મોટી ડીલ્સ પણ મળી શકે છે. પેટીએમની 5 મોટી ઓફર્સ જે તમારા માટે ખૂબ લાભદાયી રહશે.
પેટીમ પેમેન્ટ્સ બેન્ક- પેટીએમની પેમેન્ટ બેંક કોઈ ઓપનિંગ ચાર્જ વગર (એકાઉન્ટ ખોલવાનો કોઈપણ ચાર્જ નહીં લાગે) અને જિરો બૅલેન્સ સાથે સેવિંગ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે. ખાતાધારક પોતાના ખાતામાં 1 લાખ રૂપિયા સુધી ભરી શકે છે અને રૂપે ડેબિટ કાર્ડ અને રીઅલ-ટાઇમ અપડેટેડ પાસબુકની સુવિધાનો લાભ ઉઠાવી શકો છે.