સોશ્યલ મીડિયા પર સતત રહેલા લોકો પણ ક્યારેક તેવી ભૂલો કરી દે છે જેના કારણે તે મુશ્કેલીમાં પડી જાય છે. ફેસબુકમાં જ્યારે તમે ચેકિંગ ઇન કરો છો તો દુનિયાભરના લોકો જાણી જાય છે કે તમે ક્યાં છો. જો કે તમને પોતાને પણ ખબર નથી હોતી કે તમારી સોશ્યલ મીડિયા એક્ટિવીટી કોણ ટ્રેક કરી રહ્યું છે. માટે આવી વસ્તુઓ સોશ્યલ મીડિયા પર શેયર ના કરવી જોઇએ.
વળી તમે રજા પર ગયા હોવ તો તમારો વેકેશન પ્લાન અને તેના પળે પળેની ડિટેલ અનેક લોકો સોશ્યલ મીડિયા પર પોતાના સોશ્યલ સ્ટેટસની પ્રમોટ કરવા માટે કરતા હોય છે. શ્રેષ્ઠ તે જ રહેશે કે તમે જ્યારે પાછા આવી જાવ પછી કેટલીક તસવીરો શેર કરો નહીં તો કેટલીક વાર કેટલાક તોફાની તત્વો તમારી આ જ ભૂલો ફાયદો તમારી ગેરહાજરીમાં ઉઠાવતા હોય છે.