Home » photogallery » tech » ક્યારેય ખરાબ નહીં થાય પંખો, વર્ષો સુધી કરી શકશો ઉપયોગ, ખાલી 4 વાતોનું રાખો ધ્યાન

ક્યારેય ખરાબ નહીં થાય પંખો, વર્ષો સુધી કરી શકશો ઉપયોગ, ખાલી 4 વાતોનું રાખો ધ્યાન

How to Protect Ceiling Fan: ગરમીના આ મોસમમાં પંખાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વાર આપણી નાની-નાની ભૂલોના કારણે પંખા ખરાબ થઈ જાય છે. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી પંખાને ખરાબ થતો બચાવી શકાય છે.

  • 16

    ક્યારેય ખરાબ નહીં થાય પંખો, વર્ષો સુધી કરી શકશો ઉપયોગ, ખાલી 4 વાતોનું રાખો ધ્યાન

    ગરમીના આ મોસમમાં પંખાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. તે આપણને ગરમીમાં હવા આપવાનું કામ કરે છે. અત્યારે બજારમાં કેટલાક નવી અને સરસ ડિઝાઈન વાળા પંખા આવ્યા છે, જે હવા આપવાની સાથે સાથે તમારા રૂમની શોભામાં પણ વધારો કરશે. એટલુ જ નહીં પરંતુ તમને વરસાદના મોસમમાં મચ્છરોથી પણ બચાવશે. તો એવામાં જરૂરી છે કે, તમે પંખાની યોગ્ય સંભાળ રાખો કે જેથી તેનો તમે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો.

    MORE
    GALLERIES

  • 26

    ક્યારેય ખરાબ નહીં થાય પંખો, વર્ષો સુધી કરી શકશો ઉપયોગ, ખાલી 4 વાતોનું રાખો ધ્યાન

    તમને જણાવી દઈએ કે, આપણી નાની-નાની ભૂલોના કારણે પંખા ખરાબ થઈ જાય છે, અથવા તો આપણે તેનો યોગ્ય ઉપયાગ નથી કરી શકતા. જો તમે પણ તમારા ઘરે લાગેલા પંખાનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા તો અમે તમને જણાવીશું કે, પંખાને કેવી સુરક્ષિત રાખી શકાય? જેથી તમે કોઈ પણ પ્રકારની પરેશાની વગર તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો.

    MORE
    GALLERIES

  • 36

    ક્યારેય ખરાબ નહીં થાય પંખો, વર્ષો સુધી કરી શકશો ઉપયોગ, ખાલી 4 વાતોનું રાખો ધ્યાન

    તમે તમારા પંખાને વ્યાવસાયિક ઇલેક્ટ્રિશિયનની મદદ દ્વારા જ લગાવાનું રાખો. જો તમે તેવું નથી કરતા તો પંખામાં વારંવાર હલવાની કે પછી વારરિંગમાં ખામી આવી શકે છે. આથી તે જરૂરી છે કે, તમે કોઈ વ્યાવસાયિક ઇલેક્ટ્રિશિયનની મદદ દ્વારા જ પંખાને લગાવો જોઈએ.

    MORE
    GALLERIES

  • 46

    ક્યારેય ખરાબ નહીં થાય પંખો, વર્ષો સુધી કરી શકશો ઉપયોગ, ખાલી 4 વાતોનું રાખો ધ્યાન

    ફ્લોરથી પંખાનું અંતર તેની સુરક્ષા પર પણ મોટી અસર કરી શકે છે. વધારે કાર્યક્ષમતા અને સુરક્ષાની ગેરંટી માટે જોઈલો કે, તમે લગાલો પંખો ફ્લોરથી ઓછામાં ઓછો સાત ફુટની દૂરી પર છે કે નહીં. સીલિંગ ફેન ખરીદતી વખતે, ફ્લોર અને દિવાલોથી તમારી છતનું અંતર જાણવું હંમેશા સારું રહેશે. ઊંચી છત વાળા રૂમમાં મોટાભાગે ડાઉનરોડ પંખાની જરૂર પડતી હોય છે. જ્યારે લો-પ્રોફાઈલવાળા પંખા ખાસ કરીને એ રૂમ માટે યોગ્ય છે જેની છત આઠ ફુટથી ઓછી હોય છે.

    MORE
    GALLERIES

  • 56

    ક્યારેય ખરાબ નહીં થાય પંખો, વર્ષો સુધી કરી શકશો ઉપયોગ, ખાલી 4 વાતોનું રાખો ધ્યાન

    સામાન્ય રીતે ગંદકી અને જાળવણીના અભાવને કારણે પણ પંખાને નુકસાન થતું હોય છે. તેથી તમારા પંખાને સુરક્ષિત રાખવા માટે, તેના બાહ્ય અને આંતરિક બંને ઘટકોને નિયમિતપણે સાફ કરવાનું રાખો. આ ઉપરાંત તેનું નિયમિત નિરીક્ષણ, સમારકામ અને જાળવણી પણ ખૂબ જ જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 66

    ક્યારેય ખરાબ નહીં થાય પંખો, વર્ષો સુધી કરી શકશો ઉપયોગ, ખાલી 4 વાતોનું રાખો ધ્યાન

    નાના રૂમમાં નાના પંખાની જરૂર હોય છે, જ્યારે મોટા રૂમમાં મોટા પંખાની જરૂર પડતી હોય છે. પરંતુ તેનો મતલબ એવો પણ નથી કે, નાના રૂમમાં મોટા પંખા ના લગાવી શકાય? જો તમે નાના રૂપમાં પણ મોટા પંખાનો ઉપયોગ કરવા માંગો છો તો તમે તેનો ઉપયોગ કરી શકો છે. પરંતુ તેના માટે તમારે તેમાં કોઈ અડચણ ના આવે તેનું ખાસ ધ્યાન રાખવુ પડશે. પંખાની લાગવતી વખતે તેની આજુબાજુ તેની ગતિને અડચણરૂપ બને તેવી કોઈ વસ્તું ના હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.

    MORE
    GALLERIES