મહિન્દ્રા તેની પ્રીમિયમ SUV Alturas G4 પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપની દ્વારા SUV પર કુલ 3 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ મહિને આ SUV ખરીદવા પર 2.20 લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય તમે 20 હજારની કિંમતની એક્સેસરીઝ, 5 હજારનું એક્સચેન્જ બોનસ અને 11500 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો લાભ પણ લઈ શકો છો. Alturasની એક્સ-શોરૂમ કિંમત રૂ. 30.68 લાખ એક્સ-શોરૂમ છે.
મહિન્દ્રા તેની ફ્લેગશિપ એસયુવી સ્કોર્પિયો ક્લાસિક પર રૂ. 2 લાખ સુધીની ઓફર કરી રહી છે. આ વાહન ખરીદવા પર તમને 1.75 લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે 10 હજારનું એક્સચેન્જ બોનસ, 4 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાની એક્સેસરીઝ મફતમાં મળશે. સ્કોર્પિયો ક્લાસિકના બેઝ વેરિઅન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા છે.