ભારતમાં સ્માર્ટફોની સાથે સાથે સ્માર્ટ ટીવનો ક્રેઝ પણ તેજીથી વધી રહ્યો છે અને તેનો લાભ લેવા માટે દુનિયાભરની તમામ કંપનીઓ ભારતમાં સ્માર્ટ ટીવી લોન્ચ કરી રહી છે. હાલમાં થોડા દિવસ પહેલા જ 32 ઇંચનું એન્ડ્રોઇટ ટીવી ભારતમાં લોન્ચ થયું છે જેની કિંમત 4999 રુપિયા છે. હવે 40 ઇંચનું એન્ડ્રોઇડ ટીવી લોન્ચ થયું છે જેની કિંમત 18,990 રુપિયા છે, ચાલો જાણીએ તેના વિશે.
આ ઉપરાંત, આ ટીવીમાં 40-ઇંચની પૂર્ણ એચડી એલઇડી ડિસ્પ્લે છે, જે 1920x1080 પિક્સેલ્સ છે. ટીવીનું બોડી ખૂબ પાતળું છે અને તેમાં બેઝલ ખૂબ જ ઓછું છે. ડાઇવા D42E50S સ્પષ્ટીકરણ વિશે વાત કરીએ તો તેમા 20 વૉટના બે સ્પીકર્સ છે. આ ઉપરાંત તેમાં 5 ઑડિઓ મોડ્સ પણ છે. આ ટીવીમાં કોર્ટેક્સ-એ 53 ક્વાડકોર પ્રોસેસર, 1 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ છે.