

ભારતમાં (India) કોરોના વાયરસ સંક્રમણને (coronavirus, covid19) જોતા દેશભરમાં લાંબા સમયથી લોકડાઉન (lockdown) ચાલુ છે. આ લોકડાઉનના કારણે લોકો પોતાના સ્વાસ્થય માટે ઘરે જ રહી રહ્યા છે. અને નોકરી-વેપાર, સ્કૂલ-કોલેજ બધુ જ હાલ આ લોકડાઉનના (Lockdown 4)સમયમાં બંધ છે. ત્યારે લોકોના મનોરંજનનું સાધન મોબાઇલ બની ગયો છે. નાના હોય કે મોટા હાલ બધા મોબાઇલના દિવાના બન્યા છે. અને પોતાનો સારો એવો સમય મોબાઇલ અને વિવિધ એપ પર પસાર કરે છે. ત્યારે Apptopia થી મળેલી ભારતમાં આ લોકડાઉન સમયે કયા એપ લોકોને ફેવરેટ બન્યા છે તે અંગે રસપ્રદ જાણકારી મળી છે.


ભારતના ઓવરઓલ ટોપ 10 ફેવરેટ એપમાં ફેબ્રુઆરીમાં વોટ્સઅપ બાજી મારી છે. આ સિવાય ટિકટૉક પણ લોકડાઉનના આ સમયમાં લોકોને લાંબા સમય સુધી મનોરંજન કર્યું છે. અનેક લોકોએ આ સમયે ટિકટોકને ડાઉનલોડ કર્યું છે. આ ડાઉનલોડ નંબરમાં ફ્રેબુઆરીમાં હેલો, ઇન્સ્ટા અને યુવીડિયો પણ ટોપ 5માં રહ્યા છે.


જો કે એપ્રિલમાં ફરી એક વાર કોવિડ 19ના કારણે લોકડાઉન લંબાતા લોકોએ ભારત સરકાર દ્વારા કોરોના માટે જાહેર કરવામાં આવેલ એપ આરોગ્ય સેતુ સૌથી વધુ વાર ડાઉનલોડ કર્યું છે. એપ્રિલમાં લગભગ 20,397,715 લોકોએ ડાઉન લોડ કર્યું છે. આ સિવાય લૂડ કિંગ જેવી રમત પણ લોકોમાં પોપ્યુલર થઇ છે. વળી લોકડાઉન અને વર્ક ફોર્મ હોમના કારણે ઝૂમને ડાઉનલોડ કરનાર લોકોની સંખ્યા પણ વધી છે.