BMW એ I Vision Dee નામની તેની કોન્સેપ્ટ કારનું પ્રદર્શન કર્યું છે. આ કાર તેનો રંગ બદલે છે. જો કે તે અત્યારે પ્રોટોટાઈપ છે, પરંતુ કંપની તેના પ્રોડક્શન માટે પ્લાન કરી રહી છે અને લોકોના રિસ્પોન્સને જોતા તેને જલ્દી જ લોન્ચ કરવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે આ ટેક્નોલોજી ઓટો ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ બનીને ઉભરી આવશે.
કાર રંગ બદલવા સિવાય અન્ય ઘણી સુવિધાઓથી સજ્જ છે. કારમાં પ્રોજેક્ટિંગ ડ્રાઇવન ડેટા ટેક્નોલોજી પણ છે. તેની મદદથી તમે કારની વિન્ડશિલ્ડ પર જ ડિજિટલ ફોર્મેટમાં ડ્રાઇવિંગ સંબંધિત તમામ માહિતી મેળવી શકશો. તે વિન્ડશિલ્ડ પર જ નેવિગેશન, સ્પીડ, માઇલેજ જેવી માહિતી પ્રદર્શિત કરશે, જેથી ડ્રાઇવિંગ કરતી વખતે તમને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
અત્યાર સુધીમાં, કંપનીએ કારની લોન્ચિંગ તારીખ અંગે કોઈ જાહેરાત કરી નથી. જોકે, કંપનીએ હવે આ કારના પ્રોડક્શનને લઈને મન બનાવી લીધું છે. તે જ સમયે, આ કારની કિંમતને લઈને કોઈ વાત કરવામાં આવી નથી. જો કે, એવું કહેવામાં આવ્યું છે કે જો આ કારનું ઉત્પાદન થશે તો તે ઇલેક્ટ્રિક કાર હશે અને તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે.