તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો (Prashant Kishor) ઓડિયો સોશ્યલ મીડિયા (Viral Audio) પર વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયો ક્લીપમાં પ્રશાંત કિશોર જણાવી રહ્યા છે કે બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ખૂબ પ્રચલિત છે. સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ ઓડિયો ક્લીપની ન્યૂઝ 18 પુષ્ટી કરતું નથી. ઓડિયો ક્લીપ અંગે પ્રશાંત કિશોર ભાજપ પર આક્ષેપ કરતા જણાવી રહ્યા છે કે, “તેમને ખૂબ આનંદ થાય છે કે ભાજપના લોકો ક્લબહાઉસ ચેટ એપને તેમના નેતાઓના શબ્દો કરતા વધુ મહત્વ આપી રહ્યા છે.”
સોશ્યલ મીડિયા પર ઓડિયો ક્લીપ વાયરલ થતા ક્લબહાઉસ ચેટ એપની ભારતમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. અહીંયા ક્લબહાઉસ ચેટ અંગે સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. ક્લબહાઉસ ચેટ એપ સોશિયલ નેટવર્કિંગ એપ્લીકેશન છે. યૂઝર્સ આ એપ્લીકેશનના ઉપયોગથી અલગ અલગ પ્રકારના વિષયો પર લોકો જે વચ્ચે જે વાતચીત કરવામાં આવી રહી છે તે સાંભળી શકે છે. આ એક પૉડકાસ્ટ ટ્યૂનિંગ સમાન છે. આ એક સોશિયલ નેટવર્કિંગ પર આધારિત એપ છે.
ક્લબ હાઉસ ચેટ એપને જોઈન કર્યા બાદ તમે તમને ગમતો વિષય પસંદ કરવાનો રહેશે. જેમાં સ્વાસ્થ્ય, બિઝનેસ જેવા અનેક વિષયો શામેલ છે. જે બાદ પસંદગીના વિષય પર આધારિત ચેટ રૂમ રિકમેન્ડ કરવામાં આવશે. જેમાં તમને કોન્ફરન્સ ચાલતી હોય તેવું લાગી શકે છે. જેમાં ચર્ચા ઓછા લોકો વચ્ચે થાય છે પરંતુ તેને અનેક લોકો સાંભળી શકે છે. વાતચીત પૂર્ણ થવા પર કન્વર્ઝેશન રૂમ બંધ કરી દેવામાં આવે છે.
તમારે ઈન્વાઈટ કેવી રીતે થવું તે એક પ્રશ્ન રહે છે. જે અંગે તેમાં ઉપસ્થિત ક્લબહાઉસ યૂઝર્સ તમને એકાઉન્ટ સેટ-અપ ઈન્વિટેશન મોકલશે. ક્લબહાઉસ યૂઝર કોઈપણને આમંત્રિત નથી કરી શકતો. શરૂઆતમાં યૂઝર માત્ર બે ઈન્વિટેશન મોકલી શકે છે. જેથી તેમણે સમજી વિચારીને ઈન્વિટેશન મોકલવું જોઈએ. ક્લબહાઉસ ચેટ એપ બનાવનાર પૉલ ડેવિડસન અને રોહન શેઠ 2021માં એપ્લિકેશનમાં બીટા સ્ટેજને પૂર્ણ કરવા ઈચ્છતા હતા. જેથી સમગ્ર દુનિયાને આ એપ્લિકેશન ઉપલબ્ધ કરાવી શકાય.