ચેટબોટે પછી સમજાવ્યું કે સેસીના લોહીના નમૂના અને લક્ષણો દર્શાવે છે કે તેણીને રોગપ્રતિકારક-મધ્યસ્થ હેમોલિટીક એનિમિયા (IMHA) હોઈ શકે છે. જવાબ મળ્યા બાદ કોપરે અન્ય વેટરનરી ડોક્ટરનો સંપર્ક કર્યો. પછી ખબર પડી કે AI એ સાચું કહ્યું છે અને ફરીથી સારવાર શરૂ કરવામાં આવી છે. હવે સૈસીની તબિયત સંપૂર્ણપણે ઠીક છે અને આ ટ્વીટ પણ વાયરલ થઈ છે.