આ આધુનિક સુવિધાઓથી સજ્જ સ્માર્ટ કારનો યુગ છે. કારના ડેશબોર્ડ અને સ્પીડોમીટર બોક્સમાં વિવિધ પ્રકારની ચેતવણી લાઇટ, સિગ્નલ અને સંકેતોના આઇકોન્સ જોવા મળે છે. ઘણા લોકો આ લાઈટો વિશે જાણતા નથી અને તેમની ઉપયોગિતાને સમજ્યા વિના તેમને અવગણીને ડ્રાઈવ પર નીકળી જાય છે અને આ બેદરકારી ભારે પડી જાય છે.