

ભારતીય કાર માર્કેટમાં મારુતિ સુઝુકીની કારની સૌથી વધુ માંગ છે. કાર નવી હોય કે જૂની હોય, નવી કાર ખરીદવી જેટલી સરળ છે એટલી જૂની કાર ખરીદવી સરળ નથી કારણ કે જૂની કારની સાચી માહિતી ન મળવાને કારણે તેનો અભાવ રહે છે. પરંતુ આજકાલ અનેક કાર નિર્માતા કંપનીઓએ સેકન્ડહેંડ કારનો બિઝનેસ શરુ કર્યો છે જેનાથી સાચી કિંમતમાં સારી સેકન્ડહેંડ કાર ખરીદી શકાય છે.


ભારતમાં સેકન્ડહેંડ કારનું માર્કેટ ખૂબ મોટું છે અને માર્કેટમાં સારી વુદ્ધિ પણ જોવા મળી છે. આ સમયે માર્કેટમાં મહિન્દ્રા ફર્સ્ટ ચોઇસ, ટ્રૂ વેલ્યૂ, Droom, હ્યુન્ડાઈ સહિત અનેક કંપનીઓની બ્રાન્ડ તમને મળી જશે.


મારુતિ સુઝુકીની ટ્રૂ વેલ્યૂ શો-રુમમાં 400થી વધુ સેકન્ડહેંડકાર છે. તમારે સારી સ્વિફ્ટ ખરીદવી છે તો માત્ર 2.50 લાખમાં સ્વિફ્ટ મળી જશે, તાજેતરના અહેવાલો અનુસાર કંપની પાસે માત્ર 87 સ્વિફ્ટ છે. હાલ દિલ્હીમાં નવી સ્વિફ્ટ શો રૂમની કિંમત રૂ. 4.99 લાખથી રૂ .8.85 રુપિયા છે. સ્વીફ્ટમાં તમને પેટ્રોલ અને ડીઝલ એન્જિન પસંદ કરવાની સ્વતંત્રતા મળશે.


જો તમને સેકન્ડ હેન્ડ કાર ખરીદવામાં રસ હોય તો, આજે તમારા નજીકના મારુતિ ટ્રુ વેલ્યૂ શો રૂમમાં જાઓ. જૂની સ્વિફ્ટ ઉપરાંત તમને અન્ય કંપનીની અલ્ટો, વેગન-આર અને સેલેરોયો મળી જશે.


મારુતિ ટ્રૂ-વેલ્યુ પર તમે જે પણ કાર ખરીદો છો, તમને કાર પર 1 વર્ષ વોરંટી અને 3 સેવાઓ મફત મળશે. આ ઉપરાંત ટ્રી વેલ્યૂ પર દરેક કાર સર્ટિફાઇડ હોય છે. સરળ કાગળો, કારની હિસ્ટ્રી અને તપાસ તમામ માહિતી તમને મળે છે, એટલે કે, ટ્રુ વેલ્યૂથી કાર ખરીદવાથી તમને એવું લાગશે કે તમે નવી કાર ખરીદો છો.