

મુંબઈઃ બીએસએનએલ (BSNL)એ હાલમાં જ પોતાના પ્રીપેડ ગ્રાહકો (prepaid users) માટે ઓફરની જાહેરાત કરી છે. કંપનીએ ઓફરને ગ્રેસ પ્રીપેડ 2 (grace period 2)ના ગ્રાહકો માટે રજૂ કરી છે. બીએસએનએલની આ ઓફરમાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેને ગ્રાહક બે સ્પેશલ ટેરિફ (special tarrif voucher) વાઉચર (STV) 187 અને પ્લાન વાઉચર 1499 રૂપિયાની સાથે મેળવી શકે છે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત ક્રમશઃ 139 રૂપિયા અને 1119 રૂપિયા રહી જશે. (પ્રતીકાત્મક તસવીર)


આ ઓફર એ યૂઝર્સ માટે ઘણી સુવર્ણ તક છે જેનો પ્લાન એક્સપાયર થઈ ચૂક્યો છે. આવું એટલા માટે કારણ કે રિચાર્જ કરાવતાં તેમને 25 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. જાણકારી માટે જણાવી દઈએ કે બીએસએનએલ પોતાના ગ્રાહકોને રિચાર્જ ખતમ થયા બાદ મોબાઇલ કનેક્શન ટર્મિનેટ કરાવતાં પહેલા બે ગ્રેસ પીરિયડ આપે છે. ગ્રેસ પીરિયડ 1ની વાત કરવામાં આવે તો તેની વેલિડિટી 7 દિવસની હોય છે. (પ્રતીકાત્મક તસવીર)


આ ગ્રેસ પીરિયડ 1 રિચાર્જ વેલિડિટી ખતમ થવાના બીજા દિવસથી શરૂ થાય છે. બીજી તરફ પીરિયડ 2ની વાત કરીએ તો આ પીરિયડ 1 ખતમ થયા બાદ આઠમા દિવસથી શરુ થઈને 172 દિવસ સુધી ચાલે છે. એટલે કે તેની વેલિડિટી 165 દિવસની છે. (પ્રતીકાત્મક તસવીર)


આ છે બંને પ્લાનના ફાયદા - આ બંને પ્લાનની વિગતે વાત કરીએ તો 187 રૂપિયાવાળા રિચાર્જમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. તેમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 2 GB ડેટા આપવામાં આવે છે. આ ઉપરાંત નવા યૂઝર્સને તેમાં દરરોજ 100 SMS પણ મળે છે. (પ્રતીકાત્મક તસવીર)