

મોબાઇલ એન્ડ ટેક્નોલોજી ડેસ્ક: સસ્તા અને વધુ ફાયદાવાળા પ્લાનને લઇને ટેલિકોમ કંપનીઓની વચ્ચે ટક્કર ચાલુ જ છે. આ વચ્ચે સરાકરી ટેલીકોમ કંપની BSNL તેનાં ગ્રાહકો માટે ખાસ પ્લાન લઇને આવી છે. આ પ્લાનમાં એક વખત રિચાર્જ કરાવ્યાં બાદ આખા વર્ષની શાંતિ રહેશે. કંપનીએ આ નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે જેનું નામ PV-1499 છે.


આ પ્લાનમાં કોલિંગ, ડેટા અને વેલિડિટી જેવા તમામ ખાસિયત છે. આ પ્લાનમાં ગ્રાહકને 24 GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.


આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે, પ્રમોશનલ ઓફર હેઠળ શરૂઆતનાં 90 દિવસોમાં આ પ્લાન લેનારા ગ્રાહકોને વધુ 30 દિવસની એડિશનલ વેલિડિટી પણ મળે છે. એટલે કે એવામાં ગ્રાહકો 365ની જગ્યાએ 395 દિવસની વેલિડિટી મળી જશે.


એવી રીતે મેળવો ફાયદો- આ પ્લાનને એક્ટિવેટ કવરા માટે ગ્રાહક BSNL વેબસાઇટ પર જઇ શકે છે કે પછી તેનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 123 ડાયલ કરીને PLAN BSNL1499 SMS કરી શકે છે.આ પ્લાન 1 સ્પટેમ્બર 2020થી ગ્રાહકો માટે ઉપલબ્ઘ થશે.


એક વર્ષની વેલિડિટી પર આ નવાં પ્લાન ઉપરાંત કંપની 365 રૂપિયાનો પ્લાન પણ ઓફર કરે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટીનો ફાયદો મળે છે. આ કોલિંગ પ્લાન છે તેમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.