

ભારત સંચાર નિગમ લિ. BSNL દ્વારા લાંબા ગાળાની વેલિડિટી વાળો પ્લાન લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત ગ્રાહકોને આગામી 600 દિવસ માટે કૉલિંગની સુવિધા મળશે. BSNLનો આ પ્લાન Lockdownમાં ગ્રાહકો માટે આશિર્વાદ સમાન છે. જાણો આ પ્લાનની કિંમત કેટલી છે અને તેના ફાયદાઓ વિશે (પ્રતિકાત્મક તસવીર)


આ પ્લાનની કિંમત બીએસએનલ દ્વારા 600 રૂપિયા રાખવામાં આવી છે. આ પ્લાનમાં 600 દિવસ સુધી અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળશે. આ ઉપરાંત આ પ્લાનમાં પ્રતિદિન 100 SMS પણ મળશે. જોકે, આ પ્લાનમાં ક્યાંય પણ ડેટા પ્લાનનો સમાવેશ કરાયો નથી. (પ્રતિકાત્મક તસવીર)


અન્ય એક પ્લાનાં બીએસએનલ દ્વારા વર્કફ્રોમ હોમ કરનારા લોકો માટે કાસ બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં તમને રોજના 5GB ડેટા મળશે અને સાથે 10એમબીપીએસની સ્પીડ મળશે. ત્યારબાદ 1 GBની સ્પીડ પર ઇન્ટરનેટ વાપરી શકાશે.