

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે મોટાભાગની વસ્તુઓ ઘરેથી જ થઈ રહી છે. એવામાં ફોનનો ઉપયોગ ઘણો વધી ગયો છે. શોપિંગથી લઈને ટ્રાન્ઝેક્શન સુધી તમામ કામ હવે ઓનલાઇન (online) થઈ રહ્યા છે, જેના કારણે મોબાઇલ ડેટા (mobile data)નો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. ફોન પર ફિલ્મો કે કોઈ લાંબા વીડિયો જોવા માટે ડેટા ખૂબ ઝડપથી ખતમ થાય છે અને એવામાં 1GB કે 1.5 GB ઇન્ટરનેટ ડેટા ઓછો પડે છે.


આજે અમે આપને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના કેટલાક એવા પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ જેમાં આપને દરરોજ 2GB ડેટા મળે છે. સારી વાત એ છે કે આ પ્લાનમાં અનેક ફાયદા આપવામાં આવી રહ્યા છે અને તેની કિંમત પણ વધુ નથી...


BSNLનો 98 રૂપિયાવાળો પ્લાન- વેલિડિટીઃ 24 દિવસ - ભારત સંચાર નિગમ લિમિટેડનો સૌથી સસ્તો 2 GB ડેઇલી ડેટાવાળો પ્લાન 98 રૂપિયાનો છે. આ પ્લાનમાં ગ્રાહકોને ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. આ ઉપરાંત પ્લાનમાં Eros Nowનું મફત સબ્સક્રિપ્શનની સાથે ફ્રી પર્સનલ રિંગ બેક ટોન (PRBT)નો પણ ફાયદો મળે છે. કંપનીનો આ પ્લાન 24 દિવસની વેલિડિટીની સાથે આવે છે.


BSNLનો 365 રૂપિયાવાળો પ્લાન- વેલિડિટીઃ 60 દિવસ - BSNLના આ પ્લાનમાં તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ (રોજ 250 મિનિટની લિમિટ સાથે) મળે છે. આ પ્લાનને ઓનલાઇન રિચાર્જ કરાવતાં પર્સનલ રિંગ બેક ટોન પણ મળે છે. આ પ્લાનમાં દરરોજ 2 GB ડેટા ઉપરાંત 100 SMS પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 60 દિવસની છે.


લૉન્ચ થઈ નવી સર્વિસ - BSNLએ દેશના તમામ ટેલિકોમ સર્કલો માટે પોર્ટલ રજૂ કર્યા છે જેથી ગ્રાહક સરળતાથી ફાઇબર કનેક્શન લઈ શકે. પોર્ટલમાં એક સરળ ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે જેમાં તમામ જરૂરી જાણકારી ભર્યા બાદ આપના સ્થાન પર પિનપોઇન્ટ કરે છે. ત્યારબાદ ફાઇબર કનેક્શન માટે તમે પ્લાન સિલેક્ટ કરી શકો છો.