

નવી દિલ્હી : બીએસએનએલ (BSNL Plan) પોતાના ગ્રાહકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે, જેઓ વધુ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે. અમે વાત કરી રહ્યા છીએ બીએસએનએલના 548 રુપિયાના પ્લાન વિશે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 5GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આવો જાણીએ પ્લાનની પૂરી વિગત...


ટેલિકૉમ ટોકમાં પ્રકાશિત અહેવાલ મુજબ, બીએસએનએલનો 548 રૂપિયાનો પ્લાન PRBSTV (સ્પેશલ ટેરિફ વાઉચર) છે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. દિવસનો 5GB ડેટા પૂરો થયા બાદ ઇન્ટરનેટ સ્પીડ ઘટીને યૂઝર્સને 80Kbpsની સ્પીડ મળે છે. જાણકારી માટે જણાવી દઈએ કે 548 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને કૉલિંગ અને SMS બેનિફિટ નથી મળતા.


BSNLનો 1,999 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન : BSNL ગ્રાહકો માટે અનેક વાર્ષિક પ્લાન પણ ઑફર કરે છે. ગ્રાહકને માત્ર 1,999 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે, એટલે કે ગ્રાહક એક વાર રિચાર્જ કરાવે તો તેને આખું વર્ષ પ્લાનનો ફાયદો મળે છે.


તેની સાથે જ કંપની યૂઝર્સને કોઈ પણ નેટવર્ક પર કૉલિંગ માટે 250 મિનિટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત યૂઝર્સને પ્લાનમાં બીએસએનએલ ટીવી અને ટ્યૂન્સની સર્વિસ મફતમાં આપવામાં આવી રહી છે.