

મુંબઈઃ સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ (BSNL) ગ્રાહકો માટે અનેક પ્રકારના સસ્તા પ્લાન ઓફર કરે છે. કોરોના કાળની વચ્ચે ઘરેથી કામ કરવાને કારણે ડેટાનો ઉપયોગ ઘણો વધી ગયો છે. જેને ધ્યાનમાં લઈને કંપની ગ્રાહકો માટે 3 પ્રકારના ખાસ પ્રીપેડ પ્લાન લઈને આવી છે. તેમાં 56 રૂપિયાનો, 151 રૂપિયા અને 251 રૂપિયાનો STV સામેલ છે. BSNLના 56 રૂપિયા, 151 રૂપિયા અને 251 રૂપિયાની કિંમતના ત્રણ વર્ક ફ્રોમ હોમ Only Data પ્લાન છે. (પ્રતીકાત્મક તસવીર)


ખાસ વાત એ છે કે ગ્રાહકોને આ નવા પ્લાનમાં 70GB સુધી ડેટા આપવામાં આવે છે, પરંતુ તેમાં કોલિંગ કે SMS જેવી સેવાઓ નથી મળતી. આવો જાણીએ આ ત્રણેય પ્લાનમાં મળનારા ફુલ બેનેફિટ્સ વિશે... (પ્રતીકાત્મક તસવીર)


સૌથી પહેલા વાત કરીએ 56 રૂપિયાવાળા STVની તો તેમાં કુલ 10 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. ગ્રાહકોને આ પેકની વેલિડિટી 10 દિવસની આપવામાં આવી રહી છે. તેમાં કોઈ કોલિંગ બેનેફિટ નથી મળતા. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, વર્ક ફ્રોમ હોમ STV 151 રૂપિયાવાળા પ્લાનની જો વાત કરવામાં આવે તો આ પ્લાનમાં ગ્રાહકોને 40 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. કંપનીએ પોતાના આ 151 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની રાખી છે. (પ્રતીકાત્મક તસવીર)


251 રૂપિયાવાળા પ્લાનમાં સૌથી વધુ ફાયદો- Work from Homeવાળા આ પ્લાનની કિંમત 251 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકોને આ પ્લાનમાં કુલ 70GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રાખવામાં આવી છે. અગત્યની વાત એ છે કે ગ્રાહકોને આ પ્લાનમાં કોલિંગ કે એસએમએસ જેવી કોઈ સર્વિસ નથી આપવામાં આવતી. આ ઉપરાંત સરકારી ટેલિકોમ કંપનીએ Zing Music એપ સબ્સક્રિપ્શનને પણ આ વર્ક ફ્રોમ હોમ STVની સાથે આપવાની જાહેરાત કરી છે. (પ્રતીકાત્મક તસવીર)