ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર બ્લેક ફ્રાઈડે સેલ શરૂ થઈ ગયો છે. પ્લેટફોર્મ પર આ સેલ 25 નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બર સુધી ચાલશે. આ સેલમાં કંપની અલગ-અલગ પ્રોડક્ટ્સ પર શાનદાર ડીલ્સ અને ઑફર્સ આપી રહી છે. આ સાથે કંપની સેલમાં iPhone પર ભારે ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ સિવાય ગ્રાહકો iPhone 14 મોડલ પર ડિસ્કાઉન્ટની સાથે બેંક અને એક્સચેન્જ ઑફર્સનો પણ લાભ લઈ શકે છે. એક્સચેન્જ ઑફર હેઠળ તમે 17,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.