

નવી દિલ્હીઃ એક લાખથી વધુ ભારતીયોના આધાર (Aadhaar), પૅન (PAN Card) અને પાસપોર્ટ (Passport)ની સાથે બીજા રાષ્ટ્રીય ઓળખ પત્રોની સ્કેન કૉપી ‘ડાર્ક નેટ’ પર સેલ પર ઉપલબ્ધ હોવાનો ખુલાસો થતાં હોબાળો મચી ગયો છે. સાઇબર સિક્યોરિટી ફર્મ સાઇબલ (Cyble)એ આ જાણકારી આપી છે. સાઇબલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ડેટા લીક એક થર્ડ પાર્ટી પ્લેટફોર્મથી થયો છે, સરકારી ડેટા બેઝથી નહીં.


સામાન્ય રીતે તસ્કરી, આતંકવાદ અને બીજા ગેરકાયદેસર કામો માટે આ નેટનો ઉપયોગ કરવામાં આવે છે. અનેકવાર સંવેદનશીલ જાણકારીની આપ-લે કરવા માટે આ પણ તેનો ઉપયોગ થાય છે.


શું છે સમગ્ર મામલો? - ડાર્ક વેબ પર ઉપલબ્ધ જાણકારીથી અંદાજો લગાવી શકાય છે કે આ ડેટા કોઈ કેવાયસી (Know Your Customer-KYC) કંપની દ્વારા લીક થયો છે, કારણ કે જે ડેટા ડાર્ક વેબ પર ઉપલબ્ધ છે તેમાં આધાર કાર્ડ, પૅન કાર્ડ અને પાસપોર્ટની સ્કેન કૉપી સામેલ છે.


ડાર્ક નેટ ઇન્ટરનેટનો એ હિસ્સો હોય છે જે સામાનય સર્ચ એન્જિનની પહોંચી દૂર હોય છે. તેનો ઉપયોગ કરવા માટે વિશેષ સોફ્ટવેરની જરૂર પડે છે.


કેવી રીતે લીક થયા આ દસ્તાવેજ- ભારતના અલગ-અલગ હિસ્સાથી એક લાખથી વધુ લોકોના ઓળખ દસ્તાવેજ કથિત પહોંચનો દાવો કર્યો છે. સાઇબોલના શોધકર્તાઓએ તે યૂઝર પાસેથી લગભગ એક લાખ ઓળખ દસ્તાવેજ મેળવીને તે ભારતીય હોવાની પુષ્ટિ કરી છે.