કોરોના મહામારીમાં (Coronavirus) ફિટનેસ અને સ્વાસ્થ્ય પર સતત ધ્યાન રાખવાની જરૂર ઉભી થઇ છે. મહામારીએ લોકોને તંદુરસ્તી તરફ વધુ જાગૃત કરી દીધા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન શરીરમાં બ્લડ ઓક્સિજન )Oxygen Level) લેવલ પર નજર રાખવાથી અણધારી ઘટનાથી બચી શકાય છે. કોરોના વાયરસના કારણે વર્તમાન સમયે બજારમાં પલ્સ ઓક્સીમીટરની (Oximeter) માંગ ખુબ વધી છે. જેનાથી તમે શરીરમાં બ્લડ ઓક્સિજન લેવલને સતત માપી શકો છો. પરંતુ અત્યારે માંગ વધુ હોવાના કારણે આ ડિવાઈસ ઘણા સ્થળોએ આઉટ ઓફ સ્ટોક થઈ છે. ત્યારે આજે અમે બજારમાં ઉપલબ્ધ કેટલીક એવી સ્માર્ટ વોચ (Smart Watch) અંગે તમને જણાવીશું, જેનાથી તમે બ્લડ (Blood) ઓક્સીમીટરથી (Oximeter) લઇ હાર્ટ રેટ (Heart Rate)અને સ્લીપને પણ ટ્રેક કરી શકો છો.
OnePlus Band - વનપ્લસના આ ફિટનેસ બેન્ડમાં બ્લડ ઓક્સિજન લેવલ અને સ્લીપને મોનીટર કરવા માટે ખાસ સેન્સર આપવામાં આવ્યું છે. આ સાથે જ હાર્ટ રેટ ટ્રેકિંગ ઉપરાંત 13 એક્સરસાઇઝ મોડ મળે છે. આ ફિટનેસ બેન્ડ બેન્ડ IP68 રેટિંગ સાથે આવે છે, એટલે કે આ ફિટનેસ બેન્ડ વોટર એન્ડ ડસ્ટ રેઝિસ્ટન્ટ છે. આ બેન્ડ માત્ર એન્ડ્રોઇડ પ્લેટફોર્મને સપોર્ટ કરે છે, જેની કિંમત રૂ. 2499 છે.
Honor Watch ES - Honorની ES વોચ પણ ઓક્સિજન મોનિટર કરવાનું ફિચર ધરાવે છે. આ સાથે સ્માર્ટવોચ તમારા હાર્ટ રેટ તથા સ્ટ્રેસ પણ મોનીટર કરી શકે છે. આ સ્માર્ટ વોચમાં વિભિન્ન 95 વર્કઆઉટ મોડ છે. પર્સનલાઈઝ વોચ જેવું ફીચર પણ મળે છે. આ સ્માર્ટવોચમાં 1.64 ઇંચની AMOLED ટચ ડિસ્પ્લે આપવામાં આવે છે. ફૂલ ચાર્જ થઈ જાય એટલે આ સ્માર્ટવોચ 10 દિવસનું બેટરી બેકઅપ આપે છે. આ સ્માર્ટવોચની કિંમત રૂ. 4,999 છે.
Amazfit Bip U Pro - Amazfitની Bip U Proનું સૌથી અગત્યનું ફીચર SpO2 (બ્લડ ઓક્સિજન મોનીટરીંગ) છે. આ વોચના માધ્યમથી તમે બ્લડ ઓક્સિજન લેવલને હંમેશા ટ્રેક કરી શકો છો. આ વોચમાં 1.43 ઇંચની IPS LCD ડિસ્પ્લે અપાય છે. 60થી વધુ સ્પોર્ટ્સ મોડ અપાવામાં આવ્યા છે. આ સ્માર્ટવોચથી તમે બ્લડ ઓક્સિજન સાથે સ્લીપ, હાર્ટરેટ અને સ્ટ્રેસને પણ માપી શકો છો. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 4,999 છે.