Top Phones under Rs 30,000: ભારતીય સ્માર્ટફોન બજારમાં આમ તો બહુ બધા ઓપ્શન અવેલેબલ છે, જે અલગ-અલગ સેગમેન્ટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. ઘણી વખત આપણે સસ્તાના ચક્કરમાં એવા મોબાઇલ ખરીદી લઈએ છીએ, જે કોમન થઈ જાય છે અને તેમાં અલગપણું કે નવીન કંઈ નથી જોવા મળતું. આજે અમે તમને એવા કેટલાક સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ, જે 30 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે. તેમાં સારી ડિઝાઈન, પ્રોસેસર, પાવરફુલ બેટરી અને કલર ચેન્જિંગ બેક કવર પણ છે. આવો જાણીએ આ સ્માર્ટફોન્સના ફીચર્સ વિશે.
Xiaomi 11i HyperCharge (Rs 26,999): આ સ્માર્ટફોન 6.67-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે જેનો રિફ્રેશ રેટ 120Hz છે. તે Mediatek Dimensity 920 5G ચિપસેટ દ્વારા સંચાલિત છે જે 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે જોડાયેલું છે. તેમાં 108+8+2MP રિયર કેમેરા સેટઅપ અને 16MP સેલ્ફી કેમેરા છે. તેમાં 67W ટર્બોચાર્જ ટેક્નોલોજી સાથે 5,160 mAh બેટરી છે.
Realme X7 Pro 5G (Rs 29,999): Realme X7 Pro 5G સ્માર્ટફોન 6.55-ઇંચ સુપર AMOLED ફુલસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવે છે અને તે Mediatek Dimensity 1000+ 5G ચિપસેટ દ્વારા સંચાલિત છે, જેને 8GB RAM અને 128GB સ્ટોરેજ સાથે પેઅર કરવામાં આવ્યું છે. તેમાં 108+8+2MP+B&W રિયર કેમેરા સેટઅપ અને 32MP સેલ્ફી કેમેરા છે. તેમાં 65W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે 4,500 mAh બેટરી છે. તે ફેન્ટસી અને મિસ્ટિક બ્લેક કલર વેરિઅન્ટમાં આવે છે.
Vivo V23 5G (Rs 29,990):વીવોનો આ ફોન 6.44-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે અને તેમાં Mediatek Dimensity 920 5G પ્રોસેસર મળે છે. તે Android 12-બેસ્ડ Funtouch OS 12 દ્વારા સંચાલિત છે. તેમાં 64MP+8MP+2MP રિયર કેમેરા સેટઅપ અને 50MP+8MP સેલ્ફી કેમેરા સેટઅપ છે. તેમાં 4,200 mAh ની બેટરી છે. તે સનશાઈન ગોલ્ડ અને સ્ટારડસ્ટ બ્લેક કલર વેરિઅન્ટમાં આવે છે.