સ્માર્ટફોનનાં (smartphones) બજારમાં સસ્તામાં મળતા મોબાઇલ ફોનમાં ઘણી જ કોમ્પિટિશન છે. કંપનીઓ ફોનનાં વેચાણ માટે નવા નવા ફીચર્સ ઇન્સ્ટોલ કરી રહી છે. ઘણીવાર આપણને બેઝિક વસ્તુઓ માટે જ સ્માર્ટફોનની જરૂર હોય છે. જેમાં મોંઘા ફોન લઇને માત્ર રૂપિયા વેડફવવા જેવી વાત છે. તો આજે આપણે જાણીશું કે આપણા બજેટમાં પાંચ હજારની અંદર (smartphones under 5000 rupees)કેવા કેવા સારા ફોન આવી શકે છે.
Nokia 1 - કિંમત - 3999 રૂપિયા - નોકિયા 1માં 4.5 ઇંચનો ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. ફોનમાં 1 જીબી રેમ અને 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેને 128 એમબી સુધી વધારી શકાય છે. આ ફોન 1.1GHZ કાર્ડ કોર મીડિયા ટેક MT673M પ્રોસેસર પર ચાલે છે. કેમેરાની વાચ કરે તો નોકિયા 1માં એલઇડી ફ્લેશની સાથે 5 મેગાપિક્સલનો કેમેરા અને 2 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપાવામાં આવ્યો છે. આ ફોનમાં પાવર માટે 2,150mAhની બેટરી પણ આપવામાં આવી છે.
Redmi Go- કિંમત: 2,999 રૂપિયા- Redmi Goમાં પાંચ ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ઉપરાંત ફોનમાં 1.4GHz નો Qualcomm Snapdragon 425 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. આ ફોનમાં 1GB RAM और 8GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેને તમે 128 જીબી સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત એ છે કે, આમા ગૂગલ ગો એપ્સ પણ આપવામાં આવ્ચા છે. આ સાથે આમાં ગૂગલ આસિસ્ટન્ટ હિન્દીમાં પણ સપોર્ટ કરે છે. કેમેરા 8 મેગાપિક્સલ અને ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલનો છે. ડ્યુલ સ્લિમ સ્લોટ પણ છે. આની બેટરી 3,000mAhની છે.
Lava Z41- કિંમત 4,636 રૂપિયા - આ સ્માર્ટફોનમાં કોડ કોર સ્પ્રેડટમ પ્રોસેસર આપવામાં આવ્યુ છે. 1 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આનનારા આ ફોનમાં 5 ઇંચનો ટચસ્ક્રિન ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. ડિસ્પિલે 480x854 પિસ્કલ રેસોલ્યુશન અને 16.9નાં એસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. આ ફોનની બેટરી 2500mAhની છે.