

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયંસ જિયા (Reliance Jio) હવે તેના ગ્રાહકો માટે અનેક પ્લાન અને ઓફર લઇને આવી છે. જેમાં ગ્રાહકોને સૌથી વધુ ડેટા, ફ્રીમાં IPL જેવી મેચ જોવાનો ફાયદો મળે છે. રિચાર્જ પ્લાનની વાત કરીએ તો તેમાં રિલાયન્સ જીયોએ ઓછી કિંમતે એક તેવો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં ગ્રાહકોને દરરોજ 3 GB ડેટાનો ફાયદો મળશે.


એટલું જ નહીં ગ્રાહકોને ભેટ આપવા માટે કંપનીએ આ સાથે 6GB એક્સટ્રા ડેટા આપવાની પણ જાહેરાત કરી છે. આ પ્લાન વિષે અમે તમને વધુ જણાવીએ. જીયોનો આ પ્લાન 401 રૂપિયા વાળો Cricket પ્લાન છે. આ જીયોના પ્લાનમાં ગ્રાહકને 28 દિવસની વેલિડિટી મળે છે.


આ પ્લાનમાં ગ્રાહકોને દર રોજ 3 જીબી ડેટા+6 જીબી એકસ્ટ્રા ડેટા આપવામાં આવશે. અને આ પૂરા પ્લાનથી યુઝર્સને કુલ 90 જીબી ડેટા આપવામાં આવશે.


આ પ્લાનની ખાસ વાત એ છે તેમાં ગ્રાહકોને 1 વર્ષ માટે Disney+hotstar VIP સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે.


કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં જિયો ટૂ જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંક માટે 1000 નોન જિયો મિનટ્સ મળશે. આ સિવાય આ પ્લાનથી તમે રોજ 100 SMS મફત પણ કરી શકશો.


આ પ્લાનની બાકી બેનિફિટની વાત કરીએ તો જીયો પોતાના ગ્રાહકોને જિયો એપ્સની એક્સેસ પણ મફતમાં આપે છે. જાણકારી માટે કહી દઇએ કે તેમાં જિયો મ્યુઝિક, મૂવીથી લઇને અનેક એપ્સ છે. જેમાં જિયો સિનેમા, જિયો સાવન જેવા એપ પણ છે. ડિસ્કેલમર- ન્યૂઝ 18 હિંદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની પાસ જ છે. )