Redmi Note 7 Pro- ચીનની દિગ્ગજ સ્માર્ટફોન કંપની શિયોમીએ ભારતીય બજારમાં 28 ફેબ્રુઆરીએ તેમનો નવો સ્માર્ટફોન રેડમી નોટ 7 પ્રો લોન્ચ કર્યો છે, કંપનીએ તેની પ્રારંભિક કિંમત રૂ. 13,999 નક્કી કરી છે, જેમાં 4 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે, 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે રેડમી નોટ 7 પ્રોની કિંમત 16,999 રૂપિયા છે.
Realme 3 ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપનીએ તાજેતરમાં જ ભારતીય બજારમાં તેમનો નવો સ્માર્ટફોન રિયલમી 3 લોન્ચ કર્યો છે. આ ફોન 3GB / ભાવ 32GB ની કિંમત 8.999 રુપિા અને 4GB / 64GB વેરિયન્ટની કિંમત 10,999 રુપિયા છે. તેનુ વેચાણ 12 મી માર્ચથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે. આ ફોન હાલમાં ડાયનેમિક બ્લેક, ગ્રેડિયેન્ટ બ્લુ અને બ્લેક કલર ઓપ્શન્સમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.
Galaxy M20- Galaxy M20માં 6.3 ઇંચની પૂર્ણ એચડી + ઇન્ફિનિટી વી ડિસ્પ્લે અને ઓક્ટાકોર એક્સિસ 7904 પ્રોસેસર હશે. કેમેરા વિશે વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા છે, જેમાં પહેલો 13 મેગાપિક્સલનો અને બીજો પાંચ મેગાપિક્સલનો કેમરો છે. 3 જીબી + 32 જીબી સ્ટોરેજ સાથે ફોન 10, 990 રુપિયા અને 4 જીબી +64 જીબી વેરિયન્ટની કિંમત 12,990 રૂપિયા છે.